અમદાવાદઃ રાજ્યમાં એક બહુ ચોંકાવનારો અહેવાલ આવ્યો છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં પાંચ વર્ષ દરમ્યાન 40,000થી વધુ મહિલાઓ લાપતા વધુ થઈ છે. નેશનલ ક્રાઇમ ર્કોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા મુજબ વર્ષ 2016માં 7105, 2017માં 7712, વર્ષ 2018માં 9246 અને વર્ષ 2019માં 9268 મહિલાઓ લાપતા થઈ ચે. જ્યારે વર્ષ 2020માં 8290 મહિલાઓના લાપતા થવાની માહિતી મળી હતી. પાંચ વર્ષમાં કુલ સંખ્યા 41,621 સુધી પહોંચી હતી.
રાજ્યની ભાજપની સરકાર દ્વારા 2021માં વિધાનસભામાં આપવામાં આવેલા એક નિવેદન અનુસાર અમદાવાદ અને વડોદરામાં માત્ર એક વર્ષમાં (2019-20)માં 4722 મહિલાઓ લાપતા થઈ હતી. રાજ્યમાં છેલ્લાં 25 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે. ભૂતપૂર્વ IPS અધિકારી અને ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચના સભ્ય સુધીર સિંહાએ કહ્યું હતું કે મિસિંગના કેટલાક મામલામાં મેં જોયું હતું કે યુવતીઓ અને મહિલાઓને ક્યારેક-ક્યારેક ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. અને Prostitution માટે મજબૂર કરવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે પોલીસ સિસ્ટમની સમસ્યા એ છે કે એ લાપતાના મામલાઓને ગંભીરતાથી નથી લેતી. આવા મામલે હત્યાથી ગંભીર હોય છે. પોલીસે મહિલાઓના લાપતા થવાની તપાસ મુદ્દે સખતાઈથી કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે પોલીસ દ્વારા લાપતા લોકોને મામલે આંખ આડા કાન કર્યા છે, કેમ કે એની તપાસ બ્રિટિશ કાળમાં કરાતી હતી, એ પ્રમાણે કરવામાં આવે છે. ભૂતપૂર્વ પોલીસ ડિરેક્ટર જનરલે કહ્યું હતું કે ડો. રાજન પ્રિયદર્શીએ કહ્યું હતું કે યુવતીઓ લાપતા થવા માટે હ્યુમન ટ્રાફિકિંગ જવાબદાર છે.