સાયન્સ સિટીમાં સાયન્સ ઓલિમ્પિયાડ પર ઓરિયેન્ટેશન પ્રોગ્રામનું આયોજન

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટી દ્વારા GUJCOSTના સહયોગથી પાંચથી સાત સપ્ટેમ્બર દરમિયાન  વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને વેગ આપવા અને તેમને આત્મનિર્ભર ભારત માટે પ્રોત્સાહિત કરવા, ધોરણ IX થી XII માટે સાયન્સ ઓલિમ્પિયાડ અંતર્ગત ઓરિયેન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વિષય નિષ્ણાતો વચ્ચેના સંવાદ યોજવામાં આવશે.

કાર્યક્રમનું સમયપત્રક નીચે મુજબ છે :

5/09/2022

સોમવાર

6/09/2022

મંગળવાર

7/09/2022

બુધવાર

સત્ર 1સવારે 10:30 થી – બપોરે 1:30 સુધી    ગણિત ભૌતિકશાસ્ત્ર જીવવિજ્ઞાન
સત્ર 2 બપોરે 2 :30 થી- સાંજે 5:30 સુધી    રસાયણશાસ્ત્ર એસ્ટ્રોનોમી જુનિયર સાયન્સ

 

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વંદે ગુજરાત ટેલિકાસ્ટ અને ગુજરાત સાયન્સ સિટી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ Google લિંક દ્વારા ઇવેન્ટ માટે તેમનાં નામ નોંધણી કરી શકે છે, જેની લિન્ક આ મુજબ છેઃ  https://forms.gle/ACz8pjHfJwerEMsL6 – આ માહિતી સાયન્સ સિટીના સોશિયલ મિડિયા પેજ પર પણ શેર કરવામાં આવી છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી યુવા પેઢીને વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા સજ્જ બનાવવા પ્રતિબદ્ધ છે.