વડોદરાઃ મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પરિયોજનામાં અનેક વાંધાવચકા જમીનને લઇને પડેલાં છે ત્યારે એક એવા સમાચાર આવી રહ્યાં છે જેનાથી સરકારને ઘણી રાહત મળી રહી છે. આધિકારિક માહિતી પ્રમાણે જર્મનીમાં વસતાં એક એનઆરઆઈ મહિલા સવિતાબહેન 11.94 એકર જમીન આપી છે.પાદરા તાલુકાના ચાણસદના વતની અને હાલ જર્મનીમાં વસતાં સવિતાબહેનની પોતાની જમીન મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના માટે આપી છે. આ રેલવે અને આ યોજના માટે રાજ્યમાંથી મળેલ જમીનનો પહેલો ભાગ છે. આ જાણકારી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના (NHSRCL) એક અધિકારીએ શુક્રવારે આપી છે.
સવિતાબહેન જર્મનીમાં એક ભારતીય રેસ્ટોરન્ટ ચલાવે છે. તેઓ 33 વર્ષ પહેલાં લગ્ન કરીને જર્મની આવી ગયા હતાં. ચાણસદમાં NHSRCLને 11.94 એકર જમીનની જરૂર હતી અને સવિતાબહેને પોતાની જમીન 30,094માં વેચી દીધી. NHSRCLના પ્રવક્તા ધનંજય કુમારે કહ્યું કે, ‘તેઓ જમીન આ યોજનામાં આપવા માટે વિમાનમાં આવ્યાં, જે માટે અમે તેમના ઘણાં આભારી છીએ. સવિતાબેન પાસે ચાણસદમાં પૈતૃક 71 એકર જમીન છે જેમાંથી તેઓએ 11.94 એકર જમીન આપી. તેઓ પરત જર્મની પણ જતા રહ્યાં છે. જર્મની તેઓ પોતાના પુત્ર સાથે રહે છે જ્યાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે.
508 કિલોમીટર લાંબા વિસ્તાર માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આશરે 1400 હેક્ટર જમીનની જરૂર પડશે. જેમાં 1120 હેક્ટર જમીન ખાનગી માલિકીવાળી છે. આશરે 6000 જમીનમાલિકોને નાણાં આપવાના રહેશે. હાલમાં NHSRCL મુંબઇને પરિયોજના માટે માત્ર 0.09 ટકા જમીન મળી છે