સંગીત, શોપિંગ અને મોજમસ્તીઃ ફ્લી માર્કેટ

0
1484

અમદાવાદઃ શિયાળો પોતાની મીજાજમાં ખીલ્યો છે ત્યારે આ સીઝનમાં અમદાવાદીઓને ઉષ્માપૂર્ણ વાતાવરણમાં શોપિંગ કરવાનું શા માટે ન ગમે ? ગ્રાહકો માટે ખરીદીનો અનુભવ રોમાંચક બનાવવા માટે અમદાવાદ વન તેના મોલમાં અનોખા ફ્લી માર્કેટ વીકએન્ડ સ્વેગ સાથે આવી પહોંચી છે. આ ફ્લી માર્કેટ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમ્યાન અમદાવાદીઓને ખુશ-ખુશાલ કરી મુકશે. અહીં બેસ્ટ બ્રાન્ડ તો રજૂ કરવામાં આવી જ છે પણ સાથે સાથે સંકુલમાં અપાર મનોરંજનની સુવિધા કરાઈ છે.

આ પ્રસંગે બહારની બાજુ સહિત તમામ જગાઓને 3 દિવસના સમારંભ માટે સજ્જ બનાવાયા છે. એમાં વાયબ્રન્ટ કીયોસ્ક દ્વારા વડે 30 ક્યુરેટેડ બ્રાન્ડઝ રજૂ કરવામાં આવી છે. કીડઝ ઝોન, મ્યુઝિક, ટી શર્ટ પેઈન્ટીંગ, આર્ટીસ્ટીક વર્કશોપ્સ,બોટલ આર્ટ અને વૉલ આર્ટ પેઈન્ટીંગ ઉપરાંત અન્ય મોજ મસ્તીની પ્રવૃત્તિઓ રજૂ કરાઈ છે.

ફ્લી માર્કેટના ફૂડ સ્ટોલ પણ સાચા અર્થમાં સ્વાદિષ્ટ વાનગી પિરસી રહ્યા છે. આ ઉપરાંત અહીં અદભૂત ફોટો બૂથ્સ પણ રજૂ કરાયાં છે.