કર્ણાટકમાં અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથીઃ ગુજરાતના CM

ગાંધીનગરઃ કર્ણાટકમાં નંદિની વિરુદ્ધ અમૂલની લડાઈની વચ્ચે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે દક્ષિણ રાજ્યમાં અમૂલના બહિષ્કારની કોઈ જરૂર નથી. બંને ડેરી ઉત્પાદનો બનાવતી કંપનીઓ નંદિની અને અમૂલની વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે અમૂલે ઘોષણા કરી હતી કે કંપની બેંગલુરુમાં દૂધ ઉત્પાદનોનું વેચાણ કરશે.

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે મારા વિચારથી અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી. તમે જે કરવા ઇચ્છો છો એ કરો. કર્ણાટકમાં વિરોધ પક્ષ કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)એ આરોપ લગાવ્યો હતો કે સત્તારૂઢ ભાજપ અમૂલે દક્ષિણ રાજ્યમાં મંજૂરી આપીને નંદિનીને ખતમ કરવા ઇચ્છતા હતી.

કર્ણાટકમાં બોમ્મબઈના નેતૃત્વવાળી ભાજપ સરકારે આ આરોપનું ખંડન કર્યું છે અને કહ્યું હતું કે અમૂલથી નંદિનીને કોઈ જોખમ નથી. ડિસેમ્બરમાં કર્ણાટકની યાત્રામાં ગૃહપ્રધાન અમિત શાહે KMF અને ગુજરાત આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (AMUL)ની વચ્ચેના વિલીનીકરણની અટકળોને હવા આપી હતી. ત્યારથી અમૂલ વિરુદ્ધ નંદિની યુદ્ધ છેડાઈ ગયું છે.  ટ્વિટર પર #GoBackAmul અને #SaveNadiniના હેશટેગ ટ્વીટ થવા લાગ્યા છે. કોંગ્રેસ નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કન્નડ લોકોને અમૂલના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો આગ્રહ કર્યો હતો.