અમદાવાદ યુનિવર્સિટીનો યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડીયાગો સાથે MOU

અમદાવાદ- અમદાવાદ યુનિવર્સીટીની અમૃત મોદી સ્કૂલ ઓફ મેનેજમેન્ટે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડીયાગો સાથે શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન માટે એક વિસ્તૃત સમજૂતિના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ બંને યુનિવર્સિટીઓ વચ્ચેના વ્યુહાત્મક સહયોગનો ઉદ્દેશ સંયુક્ત સંશોધન અને વિકાસ કામગીરી તથા શૈક્ષણિક ક્ષમતા  નિર્માણને પ્રોત્સાહિત કરવાનો છે.

મધ્યમ ગાળામાં સહયોગના જે ચોકકસ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે તેમાં ડોમેઈન સ્પેશ્યાલાઈઝડ એકઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સ, વિવિધ મોબિલિટી પ્રોગ્રામ્સ હેઠળ ફેકલ્ટી, રિસર્ચ સ્કોલર્સ અને વિદ્યાર્થીઓના વિનિમયનો સમાવેશ થાય છે. અમદાવાદ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડીયાગો વચ્ચેના સમજૂતિના કરારથી પ્રકાશનો, ટીચીંગ મટિરિયલ્સ, ડેટા અને લાયબ્રેરી રિસોર્સિસ જેવી ટેકનોલોજીકલ અને સાયન્ટિફિક માહિતીના અપાર વિનિમય માટે માર્ગ મોકળો થશે. બંને યુનિવર્સિટીઓ સંયુક્તપણે પ્રવચનો, સિમ્પોઝીયમ, ઈન્ટરનેશનલ કોન્ફરન્સીસ અને ડેવલપમેન્ટલ વર્કશોપ યોજવામાં પરસ્પરને સહયોગ આપશે.

સમજૂતિના આ કરાર (એમઓયુ) ઉપર પ્રો. બિબેક બેનરજી અને પ્રો. રોબર્ટ એસ.સુલિવાને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડીયાગો  કેમ્પસ ખાતે  હસ્તાક્ષર કર્યા હતા. આ સહયોગ અંગેની વિગતો આપતાં  આ પ્રસંગે  અમદાવાદ યુનિવર્સિટીના સિનિયર ડીન સ્ટ્રેટેજિક ઈનિશ્યેટિવ એન્ડ પ્લાનીંગ પ્રો. બેનરજીએ જણાવ્યું હતું કે “બંને યુનિવર્સિટીઓ પરસ્પરના વિઝન અંગે તથા સમાજને કઈ રીતે પ્રદાન કરવુ તે બાબતે  વ્યાપક સમાનતા ધરાવે છે. અમદાવાદ યુનિવર્સિટી ખાતે અમે UCSDના  ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન માટેના નોંધપાત્ર બૌધ્ધિક ઉંડાણથી પ્રભાવિત થયા છીએ

અમદાવાદ યુનિવર્સિટી સાથે સહયોગ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં રેડી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડીયાગોની રેડી સ્કૂલ ઓફ મેનેજમેન્ટના પ્રો. રોબર્ટ એસ. સુલિવાને જણાવ્યું હતું કે અમે અમદાવાદ યુનિવર્સિટીની અમૃત મોદી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાથે સંયુક્તપણે ઈન્ટેલેક્ચ્યુઅલ એજન્ડા હાથ ધરવા કરેલા સહયોગથી આનંદિત છીએ. UCSD ની રેડી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ બિઝનેસ એજ્યુકેશનના નવાં મોડેલ્સમાં પાયોનિયર હોવાની વિશિષ્ટતા ધરાવે છે. સ્કૂલ ઈનોવેશન, ઉદ્યોગ સાહસિકતામાં ધ્યાન કેન્દ્રિત કરી છે અને  આ સહયોગ દ્વારા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને એલુમ્નીના  નોંધપાત્ર સિધ્ધિઓ દ્વારા એજ્યુકેશનમાં રેપિડ રેન્કીંગ તરફ આગળ વધી રહી છે. અમે ભારતમાં અમારી પહોંચ વિસ્તારવા માગીએ છીએ અને અમારી શૈક્ષણિક મહેચ્છાઓને મજબૂત બનાવવા માગીએ છીએ.”

પ્રો. બેનરજીએ વધુમાં જણાવ્યું કે “અમદાવાદ યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને ટોચની ટોપ રેન્કીંગ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીઓથી પરિચિત બનાવવા માગે છે. અમારા પાર્ટનર્સ  પોતાનાં સ્પેશ્યાલાઈઝેશનનાં ક્ષેત્રોમાં ખૂબ જ સન્માનિત રીતે ઈનોવેટિવ ગણાય છે, તે અમને લોકલ સંદર્ભમાં વિશિષ્ટ ક્ષમતા વિકસાવવામાં અને વૈશ્વિકરણ તરફ આગળ ધપતા ભારતના પડકારોને પહોંચી વળવામાં સહાયક બનશે. UCSD ના આકર્ષક ઉમેરાથી અમારા વિશિષ્ટ વ્યુહાત્મક પાર્ટનર્સના સમુદાયમાં ઉમેરો થયો છે.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]