ભિવંડીમાં શિવસેનાના નેતાની હત્યા

ભિવંડી – મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભિવંડી તાલુકાના શાહપુર નગરમાં શિવસેના પાર્ટીના નેતાની હત્યાથી ખળભળાટ મચી ગયો છે.

ખૂન કરાયેલા નેતાનું નામ છે શૈલેષ નિમસે. એ શિવસેનાના ભિવંડી તાલુકા એકમના ઉપપ્રમુખ હતા.

નિમસેની હત્યા કર્યા બાદ ઓળખ થઈ ન શકે એ માટે હત્યારાઓએ નિમસેના મૃતદેહને સળગાવી દીધો હતો.

મૃતદેહને પહેલા ભિવંડી ઉપજિલ્લા હોસ્પિટલમાંથી પોસ્ટ મોર્ટમ માટે મુંબઈની જે.જે. હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]