અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત પહેલમાં તેનું યોગદાન ઉમેરવામાં માને છે અને આ માટે આપણા વરિષ્ઠ નાગરિકોના ડિજિટલ વિકાસ માટે ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા પહેલી જૂને સવારે 10થી બપોરના 12 કલાક સુધી વરિષ્ઠ નાગરિકો માટે એક ઓન-કેમ્પસ મોબાઇલ સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 સહભાગીઓએ (60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોએ) મોબાઇલ ફોનના ઉપયોગ, તેના ફાયદા અને ડિજિટલ યુગમાં વિવિધ એપ્લિકેશનના ઉપયોગની વ્યાવહારિક સમજ મેળવી હતી.
આપણા વરિષ્ઠ નાગરિકોને ટેક્નો-સેવી બનાવવા માટે જે.બી. પટેલ – નિવૃત્ત બેંકર (પંજાબ નેશનલ બેંક), રમેશ સી. મુલવાણી – નિવૃત્ત બેંકર (વિજયા બેંક), જયેશ આર. પરીખ – રાહી ફાઉન્ડેશનના અધ્યક્ષ દ્વારા વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.