અમદાવાદ- કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધને લઇને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. સવારથી કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારોમાં શાળાકોલેજો અને દુકાનો બંધ કરાવવામાં આવતાં અવરજવર પર અસર દેખાઈ હતી.
અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા અને ભરુચમાં બંધને પગલે વિવિધ સ્થળોએ કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે રકઝકના દ્રશ્યો પણ નજરે ચડ્યાં હતાં.તો સામે પક્ષે ગુજરાત સરકારે પણ બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા મોટેપાયે પોલિસ અધિકારીઓ અને જવાનોનો કાફલો બંદોબસ્તમાં ઊતાર્યો છે. અમદાવાદમાં 3 DCP, 4 ACP, 30 PI, 150 PSI, 2300 પોલીસકર્મી, 800 હોમગાર્ડ અને SRPની 2 કંપની તહેનાત કરવામાં આવી છે.લાલદરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલા અમિત ચાવડા, રાજીવ સાતવ અને અન્ય કોંગ્રેસી ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી હતી. બંધને લઈને આવી રહેલી વધુ તસવીરો બોલે છે…