અમદાવાદઃ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ધામધૂમપૂર્વક ઉજવણી

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફાવન મોલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો. ગ્રાન્ડ પેરેન્ટસ અને ગ્રાન્ડ ચિલ્ડ્રન વચ્ચેનો નાતો ખૂબ જ જાદુઈ અને અનોખો હોય છે. આ સંબંધોમાં સુંદર મૈત્રીભાવ હોય છે, જેને ઉંમર કે જનરેશન ગેપ નડતી નથી અને પ્રેમને આધારે એક બીજાની કદર કરાતી હોય છે. આમ છતાં નવા યુગના બાળકો ગેઝેટસ અને સોશ્યલ મિડિયાથી એટલા પ્રવૃત્ત થઈ ગયા છે કે પોતાના દાદા-દાદી માટે હવે વધુ સમય ફાળવી શકતા નથી. બાળકો સાથે દાદા-દાદીનો નાતો જળવાઈ રહે તે માટે અમદાવાદ વન મૉલ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટસ ડે પ્રસંગે મોજમસ્તીનું આયોજન કરાયું હતું.

ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે નિમિત્તે અમદાવાદ વન મોલ ખાતે રસપ્રદ રમતો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનું આયોજન એવી રીતે કરાયું હતું કે જેમાં ખૂબ જ આનંદ અને હાસ્ય પ્રાપ્ત થાય, દાદા-દાદી અને પૌત્ર-પૌત્રીઓએ પોતાની જોડી બનાવીને ફૂડ કોર્ટમાં લંચ ડેટ જીતી હતી. રોમાંચમાં ઉમેરો કરવા માટે દાદા-દાદીઓએ એક મોટી કેક કાપી હતી અને પૌત્ર-પૌત્રીઓએ આ પ્રસંગને આનંદથી વધાવી લીધો હતો. બાળકોએ પોતાના દાદા-દાદી સાથે શોપીંગ પણ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]