હવામાન વિભાગની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વધશે ગરમી?

રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચાકાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે કાળઝાળ ગરમી વચ્ચે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તો બીજી બાજુ હવામાન નષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધવાની આશંકાઓ વ્યક્ત કરી છે.

એપ્રિલ મહિનામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીનો પારો ધીમે ધીમે ઉંચાકાઈ રહ્યો છે. રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ વધારો થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, સુરત અને પાલનપુરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે, 26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. જે બાદ તારીખ 27 અને 28 દરમિયાન વાદળવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધનીય છે કે નિષ્ણાંત પ્રમાણે નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજથી 28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 43થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતાઓ છે.