રાજકોટના આ રોડ પર અપાઈ રહ્યો છે મતદાનનો સંદેશ…

રાજકોટઃ લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા આશયથી સરકારી તંત્ર અને સંસ્થાઓ મતદાન જાગૃતિનું કાર્ય કરી રહે છે. રાજકોટનો રેસકોર્સ રોડ આમ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ આકર્ષણમાં વધારો થયેલો જોવા મળે છે.

કારણ છે. લોકસભાની ચૂંટણી.

જી હા, રાજકોટમાં રેસકોર્સ રોડ પર પહેલીવાર મતદાન જાગૃતિના સ્લોગન સાથે બનેલી થ્રીડી ઇફેકટ આજકાલ અહીંયાથી પસાર થતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

રાજકોટના બહુમાળી ભવન પાસેના રસ્તા પર ‘અબ વતન દબાએગા બટન’ના સ્લોગન સાથેના વોટીંગ કરેલા હાથવાળું થ્રીડી ઇફેકટ ચિત્ર બનાવવામાં આવ્યું છે. રાત્રે એકદમ ઓરીજનલ થ્રીડી ઇફેકટ લાગતા લોકો પોતાના વાહન ઉભા રાખી દેતા હતા. લોકો પોતાના વાહન ઉભા રાખીને આ અનોખા થ્રીડી ઇફેકટને નિહાળી રહયા છે.

ભારત એ લોકશાહી દેશ છે. અને આ લોકશાહી દેશમાં મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. એક નાગરિક પાસે મતદાન કરવાનો અને પોતાનો આગેવાન પસંદ કરવાનો અવસર છે. ત્યારે દરેક વ્યક્તિએ મતદાન ચોક્કસ કરવું જોઈએ અને એટલા માટે મતદાન જાગૃતિના વિવિધ સ્તરે કાર્યક્રમો પણ યોજવામાં આવે છે, ત્યારે આ પ્રકારના નવતર કાર્યક્રમોથી મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ મળતી હોય છે.

(અહેવાલઃ જીતેન્દ્ર રાદડિયા, રાજકોટ)