પીએસઆઈ પાસેથી પકડાયો દારુનો મોટો જથ્થો

છોટાઉદેપુરઃ ગુજરાતમાં દારુનિષેધ છે અને સરકાર દ્વારા નશાબંધીના કડક અમલ માટે કામગીરી પૂરજોશમાં થતી હોય છે. ત્યારે પોલિસતંત્રના અધિકારી જથ્થાબંધ દારૂ સાથે પકડાય ત્યારે કોને દોષ આપવાનો?  છોટાઉદેપુર જિલ્લામાં પીએસઆઇ પાસેથી જંગી માત્રમાં પકડાયેલા દારુએ ઘણાં સવાલ પેદા કર્યાં છે.છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલિસ સ્ટેશનના પીએસઆઈ કટારાના રૂમમાંથી 265 વિદેશી દારૂ મળી આવ્યો છે. જિલ્લાના પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીએ પીએસઆઈના રૂમમાં રેડ પાડીને મોટી માત્રા રહેલો આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા કદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈને ત્યાં રેડ પાડી હતી તે દરમિયાન પીએસઆઈ કટારાના રૂમમાંથી 265 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. રૂમમાંથી ઝડપાયેલા વિદેશી દારૂની કુલ કીમત 39 હજાર રૂપિયા કરતા વધારે છે. ત્યારે જે.બી.કટારા નામના આ પીએસઆઈએ પોતાની પાસે શા માટે દારૂ રાખ્યો હતો તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.

હાલ પીએસઆઈ કટારા સહિત બે કોન્સ્ટેબલની કરાઈ અટકાયત કરાઈ છે અનેે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]