સૂરતઃ ગોલ્ડ લોટસ રિંગનો ગીનીઝ બૂકમાં નોંધાયો રેકોર્ડ

સૂરતઃ હીરાનગરી તરીકે ઓળખાતા સુરત શહેરે ફરી એકવાર ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનો રેકોર્ડ નોંધાવ્યો છે. સૂરતના હીરાના એક વ્યાપારી દ્વારા 6690 જેટલા હીરા જડીને એક વીંટી તૈયાર કરવામાં આવી છે જેની કીમત આશરે 24 કરોડ રૂપિયાથી વધુ છે.સૂરતના હીરા વ્યાપારી વિશાલ અગ્રવાલનું માનીએ તો મેક ઈન્ડિયાને વિશ્વસ્તર પર ઓળખ આપવા માટેના મુખ્ય ઉદ્દેશ્યથી આ વીંટી તૈયાર કરવામાં આવી છે. આની ડિઝાઈન વિશાલભાઈની પત્ની ખુશ્બુ અગ્રવાલે તૈયાર કરી છે. આ વીંટી કમળના આકારની એટલેકે લોટસ શેપમાં બનાવવામાં આવી છે અને આના માટે 20 જેટલા કારીગરોએ અથાગ મહેનત કરી હતી.

કમળના આકારની આ હીરાજડીત વીંટી બનાવવા માટે સૌપ્રથમ તો કોમ્પ્યૂટરમાં મોડલ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રિંગનું કોન્સેપ્ટયુલાઈઝેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ ફાઈનલ ડિઝાઈન તૈયાર થયા બાદ આને વિંટીને બનાવવાની શરૂઆત કરવામાં આવી. આ વીંટીને બનાવવા માટે એક વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ વીંટીમાં ખાસ વાત એ છે કે આ વીંટી 18 કેરેટ રોઝ ગોલ્ડ અને 24 ટકા અલોયથી બનાવવામાં આવી છે. આ વીંટી 58.176 ગ્રામ વજન એટલે કે આશરે 6 તોલા જેટલા સોનાની બની છે.

આ વિંટીનું નિર્માણ કરનારા વ્યાપારી વિશાલ અગ્રવાલે આ મામલે જણાવ્યું કે તેઓ જ્યારે વિદેશ જતાં હતાં ત્યારે ત્યાં તેઓ આઉટ ઓફ ધ બોક્સ ડિઝાઈન જ્વેલરી જોતાં હતાં અને ત્યારે જ તેમને ખ્યાલ આવ્યો હતો કે મેડ ઈન ઈન્ડિયા ડિઝાઈન પણ કંઈક આવી જ હોવી જોઈએ. ત્યારબાદ તેમણે તેના પર કામ શરૂ કરીને આ વીંટી બનાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]