અમદાવાદ: લેગો વિન્ટર વિલેજ બનાવી ક્રિસમસની અનોખી ઉજવણી

અમદાવાદ- ક્રિસમસના તહેવારો શરુ થઈ ગયાં છે ત્યારે શહેરમાં લોકો તેની ઉજવણી માટે સજ્જ બન્યાં છે. ક્રિસમસની ઉજવણીના આનંદને યાદગાર બનાવવા માટે અમદાવાદ વન મોલ ખાતે તહેવારની સજાવટ અને આનંદ-પ્રમાદની વિવિધ એક્ટિવિટિઝનું આયોજન કરાયું છે.

જેમાં સૌથી રસપ્રદ અને ધ્યાન આકર્ષે તેવું મ્યુઝિક બેન્ડ સ્ટેન્ડ સહિતનું  વ્યાપક કદનું લેગો વિન્ટર વિલેજ, લેગો વર્કશોપ તથા સ્ટોરી ટેલિંગ સેશનનો સમાવેશ થાય છે.

અહીં તૈયાર કરાયેલા ફોટો-ઓપ ઝોને અમદાવાદીઓમાં અનેરૂં આકર્ષણ જન્માવ્યું છે. ટોય મેકિંગ ઝોનમાં બાળકો પેપર કોસ્ચ્યુમમાં એલ્વ્ઝ બની સાન્તાને લેગો ટોય બનાવવામાં મદદ કરી શકે છે. સાન્તાં લેગો ટોય બનાવવામાં મદદ કરનાર બાળકોને લેગો ટોયની ભેટ આપી તેમને ખુશ કરી દે છે.