આગામી 26 જુલાઈથી પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પરચમ લહેરાવવા ભારતીય ખેલાડીઓ પણ સજ્જ છે. એર રાઇફલમાં તો ભારતની મનુ ભાકરે મેડલ જીતીને ખાતુ પણ ખોલાવ્યું છે ત્યારે વાત કરીએ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પેરિસ ઓલિમ્પિકમાં ડેલિગેટ તરીકે ગયેલા વડોદરાના એક નિવૃત્ત IRS અધિકારીની.
કોણ છે કરંજગાવકર
એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પેરિસ ઓલિમ્પિકમાં ડેલિગેટ તરીકે વડોદરાના નિવૃત્ત IRS અધિકારીની પસંદગી કરવામાં આવે છે. ડેલિગેટ તરીકે ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર લક્ષ્મણ – કરંજગાવકર વડોદરા શહેરના રહેવાસી છે. શહેરમાં રહેતા નિવૃત્ત IRS અધિકારી લક્ષ્મણ કરંજગાવકર ગુજરાત એથ્લેટિક્સ એસોસિએશનના સેક્રેટરી છે.
વર્ષ 2016થી તેઓ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર પણ છે. પેરિસમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ 2024 માટે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તેમની ડેલિગેટ તરીકે પસંદગી કરવામાં આવી છે. એથ્લેક્ટિસમાં ડેલિગેટ તરીકે નિયુક્ત થનાર લક્ષ્મણ કરંજગાવકર વડોદરાના પ્રથમ વ્યક્તિ છે.
ગુજરાત ઉપરાંત પંજાબ , ઑડિશા(ઓરિસ્સા), મધ્યપ્રદેશ અને અરૂણાચલ પ્રદેશમાંથી પાંચ ડેલિગેટની પસંદગી કરવામાં આવી છે. જેમાં એક લક્ષ્મણ કરંજગાવકરે છે.
ડેલિગેટની કામગીરી
ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન સ્ટેડિયમમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવું એમની દેખરેખ રાખવાની જવાબદારી પણ એમની રહેશે. કરંજગાવકરને ભારતના બે ફ્લેગ લઈ જવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ભારતીય ખેલાડી મેડલ જીતે ત્યારે સ્ટેડિયમમાં તેને ફલેગ આપવામાં આવશે. ઓલિમ્પિક ગેમ્સમાં નીતિ – નિયમો અને ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું હોય છે. ત્યારે ઓલિમ્પિકમાં આ ગુજરાતી ભારતના ખેલાડીઓના સારથીની ભૂમિકા નિભાવશે.