શ્રાવણ અંતિમ ચરણમાં, સોમનાથ દર્શને માનવમહેરામણ ઉમટ્યું…

0
1117

સોમનાથ- ગુજરાતમાં વેરાવળના દરિયાકિનારે સ્થિત શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણના છેલ્લા દિવસોમાં મહાદેવની કૃપા પ્રાપ્તિ માટે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. આજે શ્રાવણ વદ ચૌદસ અને રાત્રે અમાસનો પ્રારંભ થવા સાથે અંતિમ દિવસ હોઈ વહેલી સવારથી ભારે ભીડ દર્શનાર્થે ઉમટી રહી છે.ત્યારે મંદિર ટ્ર્સ્ટ દ્વારા સોમનાથ મહાદેવના વિવિધ મનોહર શૃંગાર દર્શન કરાવાઈ રહ્યાં છે.

શુક્રવારે  સાયં કાળે 251 કિલો શ્વેત પુષ્પ શૃંગાર કરવામાં આવ્યાં હતાં. ચંદ્રધવલ સોમેશ્વરના શ્વેતશૃૃંગારમાં આભૂષિત દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યાં હતાં.