લોરસભા ચૂંટણીને આડે 4 દિવસ બાકી છે. અને તમામ પાર્ટીઓનો છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે. તમામ પાર્ટી મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. ત્યારે ભાજપના રાજકોટ ઉમેદવારના નિવેદનથી શરૂ થયેલો વિવાદ યથાવત્ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યા બાદ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈ ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અનેક પ્રયાસો બાદ પણ ભાજપ ક્ષત્રિય સમાજને રીઝવવામાં સફળ ન રહીં. જ્યારે રૂપાલાના નામાંકન સાથે ક્ષત્રિય સામજનું આંદોલન પાર્ટ-02 શરૂ થયું હતું.
ક્ષત્રિય સમાજના પાર્ટ-02 ને જ ધ્યાને રાખી આજે ફરી જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા અહીંથી ‘જય ભવાની, ભાજપ જવાની’નો નારો લગાવ્યો હતો. જ્યારે સંમેલન પહોંચેલા નયનાબા જાડેજાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ કે “અમે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના અને કરાવવાના શપત ગ્રહન કરીશું”. આ સાથે રમજુભા જાહેજા એ જણાવ્યું કે જય ભવાની, ભાજપ જવાની રણનીતિથી આગળ વધીશું.
ઉલ્લેખનીય છે કે જામનગરમાં મળેલા સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટ્યા છે. સંમેલનમાં તૃપ્તિબા રાઓલ સંમેલનમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. આ સાથે સંકલન સમિતિના હોદેદારો પર ઉપસ્થિત જોવા મળ્યા હતા.
