અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટાણે મોટા રાજકીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવતી કાલે આવી રહ્યા છે. દિવસમાં તેઓ રાજ્યમાં ચાર જિલ્લામાં સભા સંબોધશે. ગાંધીધામ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ખેડબ્રહ્મામાં. તેઓ આવતી કાલે ગાંધીધામ અને જૂનાગઢમાં અને બીજી ઓક્ટોબરે સુરેન્દ્રનગર અને ખેડબ્રહ્મામાં સભા સંબોધશે. તેઓ મતદારોને આકર્ષવા માટે નવો કયો ચૂંટણીદાવ અજમાવે છે, એ જોવું રહ્યું.
તેમની સાથે મનીષ સિસોદિયા, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા પણ ગુજરાત આવી રહ્યા છે. કેજરીવાલ અને ભગવંત માન કચ્છમાં એક જનસભાને સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરશે.બીજી ઓક્ટોબરે કેજરીવાલ અને ભગવંત માન સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધશે. ત્યાર બાદ તેઓ ખેડબ્રહ્મામાં જાહેર સભાને સંબોધિત કરશે. ત્યાર બાદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટિંગ પણ યોજશે.
રાઘવ ચઢ્ઢાની ધરપકડ
जब से राघव चड्ढा को गुजरात का सह प्रभारी नियुक्त किया है और उन्होंने गुजरात में चुनाव प्रचार के लिए जाना चालू किया है, अब सुन रहे हैं कि राघव चड्ढा को भी ये लोग गिरफ़्तार करेंगे। किस केस में करेंगे और क्या आरोप होंगे, ये अभी ये लोग बना रहे हैं
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 30, 2022
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે સરકાર આપના નેતા રાઘવ ચઢ્ઢાની ધરપકડ કરવાની વેતરણમાં છે. કેજરીવાલે હાલમાં જ રાજ્યમાં ચૂંટણીનમા સહ પ્રભારી બનાવ્યા છે. સરકાર તેમની ધરપકડ કરે એવી શક્યતા છે, એવો દાવો કેજરીવાલે કર્યો હતો. જોકે તેમણે શા માટે ધરપકડ કરવામાં આવશે એની કોઈ સ્પષ્ટતા નહોતી કરી.