IT Jobs: ટેક મહિન્દ્રાના રાજ્ય સરકાર સાથે MoU

અમદાવાદઃ દેશની પાંચમી સૌથી મોટી IT સર્વિસ નિકાસકાર કંપની ટેક મહિન્દ્રા ગુજરાતમાં 3000 નોકરીઓ આપશે. IT સર્વિસ નિકાસકાર કંપની ટેક મહિન્દ્રા આગામી પાંચ વર્ષોમાં રાજ્યમાં IT/IT સક્ષમ સેવાની નીતિ હેઠળ રાજ્ય સરકારની સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

આ પ્રસંગે પ્રદેશના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના શિક્ષણપ્રધાન ડિતુ વાઘાણી હાજર રહ્યા હતા. આ MoU દ્વારા ટેક મહિન્દ્રા રાજ્યમાં કંપનીનું વિસ્તરણ કરી શકશે અને એ સાથે રાજ્યમાં નોકરીનું સર્જન થશે. કંપનીએ આ MoU થયા પછી આવનારાં પાંચ વર્ષોમાં 3000 પ્રોફેશનલ યુવકોને નોકરી આપશે.  ટેક મહિન્દ્રાના CEO સીપી ગુરનાનીએ કહ્યું હતું કે રાજ્ય સરકારની સાથે MoU રાજ્યના વિકાસને વેગ આપશે, બલકે સ્થાનિક યુવકોની પ્રતિભાઓ માટે રોજગારી સર્જન કરવામાં મદદ કરશે.

કંપનીએ 3000 નોકરીઓનું એલાન એવા સમયે કર્યું છે, જ્યારે કેટલીક કંપનીઓમાં છટણીનો માહોલ છે. આટલું નહીં, જોબ પોર્ટલ નોકરી ડોટ કોમ અનુસાર છેલ્લા 20 મહિનામાં સૌપ્રથમ વાર વાર્ષિક આધારે IT સેક્ટરની કંપનીઓની જોબ પોસ્ટિંગમાં ઘટાડો થયો છે. આટલું જ નહીં, IT સેક્ટરમાં નોકરી છોડનારા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આવું વૈશ્વિક મંદીને કારણે થયું છે.

રાજ્ય સરકારે ઘરેલુ અને વૈશ્વિક કંપનીઓની સાથે આવા 15 MoU  પર હસ્તાક્ષર કર્યા હતા. જેથી રાજ્યમાં 26,750 ITથી જોડાયેલી નોકરીઓની તક ઊભી થશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.