અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન અને ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિયેશન-ગુજરાત દ્વારા કેનન ઇન્ડિયા પ્રા. લિ.ના સહયોગથી “ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ ૨૦૨૩”નું આયોજન કર્યું છે, જેમાં કેનન ઇન્ડિયાના એમ્બેસેડર અને અગ્રણી ફોટોગ્રાફરો દ્વારા જૂન ૧૭-૧૮, ૨૦૨૩એ ફોટોગ્રાફી વર્કશોપ અને ફોટો કોન્ટેસ્ટનો અને ૨૩થી ૨૭ જૂન દરમિયાન પસંદગીના ફોટોગ્રાફ્સના પ્રદર્શનનો સમાવેશ થાય છે. ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ એ ફોટોગ્રાફી આર્ટના પ્રસાર દ્વારા જાપાન-ભારત મિત્રતાના હેતુને સમર્થન આપવા માટેની એક અનન્ય અને કલ્પનાશીલ પહેલ છે. આ કાર્યક્રમનું આયોજન AMAના ઝેન-કાયઝેનની બીજી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યું છે, જેનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૭ જૂન, ૨૦૨૧એ કરવામાં આવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને ‘ઝેન-કાયઝેન AMA’ને ફોટો-ફેસ્ટ માટેની સ્પર્ધાનું નામ અને સ્થાન તરીકે પસંદગી કરવામાં આવી છે. સ્પર્ધાના સ્ક્રિનિંગ માટેની પ્રારંભિક નોંધણીની છેલ્લી તારીખ ૩૧ મે, ૨૦૨૩ છે.
આ ઇન્ડો-જાપાન ફોટો ફેસ્ટ સ્પર્ધામાં 18 વર્ષ કે તેથી વધુની વયની વ્યક્તિ ભાગ લઈ શકશે. આ સ્પર્ધા માટે ભાગ લેવા માટે વ્યક્તિદીઠ રૂ. 500ની ફી રાખવામાં આવી છે.