યુથ કોંગ્રેસ દ્વારા ‘ઇન્ડિયાઝ રાઇઝિંગ ટેલેન્ટ’ કાર્યક્રમ લોન્ચ કરાયો

અમદાવાદઃ ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા દેશભરમાં ‘ઇન્ડિયાઝ રાઇઝિંગ ટેલેન્ટ’ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત યુથ કોંગ્રેસ દેશભરના પ્રતિભાશાળી યુવાનો જેવા કે સિંગર, કોમેડિયન, એક્ટર, મિમિક્રી આર્ટિસ્ટ અને રિલ્સ ક્રિયેટર જેવી વિવિધ પ્રતિભા ધરાવતા હોય તેમને મંચ આપી રહી છે.

યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી આશ્રમની સામે સિલ્વર ક્રાઉડ હોટેલમાં ‘ઇન્ડિયાઝ રાઇઝિંગ ટેલેન્ટ કાર્યક્રમ’નું લોચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વોટ્સએપ નંબર 99092 39919 પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં ભાગ લેવાના માટે પ્રતિસ્પર્ધીએ એક મિનિટનો વિડિયો મોકલવાનો રહેશે.

આ સ્પર્ધામાં પ્રતિસ્પર્ધીઓ પોતાના અંદાજમાં હાલની દેશની પરિસ્થિતિ વિશે અથવા સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેરોજગારી કે મહિલા સુરક્ષા જેવા અનેક મુદ્દાઓ પર પણ પોતાની વાત કલાત્મક રીતે મૂકી શકશે.  આ કાર્યક્રમમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી મહાસચિવ મનીષ ચૌધરીજી, પ્રભારી સચિવ મહંમદ શાહિદજી તથા ગુજરાત યુથ કોંગ્રેસપ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાજી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે ગુજરાતની ખ્યાતનામ પ્રતિભાઓ ઉપસ્થિત રહી હતી. જેમાં ભૂમિ પંચાલ (ગુજરાતી સિંગર), સોની જેસ્વાની (એક્ટર), હિરેન ત્રિવેદી (સ્ટેન્ડઅપ કોમેડિયન), આદેશ તોમર (એક્ટર) અને વિરલ મેવાણી (એક્ટર) હાજર રહ્યા હતા.