ધ્રાંગધ્રામાં તળાવમાં ડૂબવાથી પાંચ બાળકોનાં મોત

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં મેથાણ ગામ નજીક તળાવડીમાં ડૂબવાને કારણે પાંચ બાળકોનાં મોત થયાં છે. મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તળાવડીમાં બાળકો નહાવા પડ્યાં હતાં. આ તમામ બાળકો ડૂબી ગયાં હતાં. સ્થાનિક રહેવાસીઓએ આ બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ફાયર બ્રિગ્રેડ અને તરવૈયાની ટીમની મદદથી લાશ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એકસાથે પાંચ બાળકોના મોતને લઈને ધ્રાંગધા પંથકમાં શોકની લાગણી ફરી વળી છે. આ બાળકોના મોતથી પરિવારમાં પણ માતમ છવાયો છે. આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ છે. 

(પ્રતીકાત્મક ફોટો)

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસે અને રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ હતી. તમામ બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ બાળકો પ્રાથમિક તપાસમાં આદિવાસી પરિવારના અને આશરે સાતથી આઠ વર્ષની વયના છે.