અમદાવાદ: જિલ્લાના આજુબાજુના ગામમાંથી દર્દીઓને ભેગા કરી પોતાની હોસ્પિટલમાં ઈલાજના નામ પર સરકારી રૂપિયા હેઠવાના મસમોટા કૌભાંડનો પર્દાફાસ થયો છે. ખ્યાતિ હોસ્પિટલના આ કૌંભાડન માત્ર ગુજરાત બલ્કે દેશભરમાં હાલ આ મામલો ચર્ચાનો વિષય બની રહ્યો છે. PMJYનો દુરોપયોગ કરીને દર્દીઓના ખોટા ઓપરેશનો કરીને સરકાર પાસેથી સહાય પેઠે ખોટી રીતે પૈસા પડાવી લેવાના કૌભાંડથી આરોગ્ય તંત્ર પણ હચમચી ગયું છે.
આ મામલાને ગંભીરતાથી લઈ સરકાર તપાસ કરી રહી છે. તેવામાં ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે આરોગ્ય મંત્રી સાથે CMની બેઠક યોજાય છે. આ બેઠકમાં સમગ્ર ઘટનાની તપાસ અને રિપોર્ટ મુદ્દે ચર્ચા કરવામાં આવ્યા. PMJYના દુરપયોગ સામે સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા બાયપાસ સર્જરીની તપાસ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે છે. હોસ્પિટલના સંચાલકો અને હોસ્પિટલના તબીબો સામે દાખલરૂપ સજા વિશે પણ ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, આરોગ્ય કમિશનર તેમજ પીએમજેવાયના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. જોકે ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે, ખ્યાતિ હોસ્પિટલના સમગ્ર પ્રકરણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અવગત કરાવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતનાઓની મળેલી બેઠકમાં વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઇ અને ડીવાયએસપી પણ ઉપસ્થિત રહ્યાં હતા. ખ્યાતી હોસ્પિટલ સામે પોલીસે કરેલી કામગીરી અંગે અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. આ કેસમાં ગુજરાત સરકાર ખુદ ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ નોંધાવશે.