રાજકોટમાં 68 પોલીસ-કર્મચારીઓ કોરોના સંક્રમિતઃ 87નાં મોત

રાજકોટઃ શહેરમાં એક બાજુ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ કોરોનાને લીધે થતા મોતોમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેર પોલીસમાં DCP ઝોન-બે તરીકે ફરજ બજાવતા મનોહરસિંહ જાડેજા સહિત કુલ 68 અધિકારી-કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી બાજુ, છેલ્લા બે દિવસમાં શહેરમાં 87 લોકોના કોરોના સંક્રમણને કારણે મોત થયાં છે.

આ ઉપરાંત કલેક્ટરના પર્સનલ એસિસ્ટન્ટ જિતેન્દ્ર કોટક પરિવાર સહિત અને મહેકમના કારકુન બકોતર કોરોનાગ્રસ્ત થયા છે. હાલ તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે કોરોના સંક્રમિત તમામ પોલીસ-કર્મચારીઓએ રસી લીધી હોવાથી સામાન્ય લક્ષણો છે.

(પ્રતિકાત્મક ફોટો)

જામનગરમાં પણ  42 કલાકમાં 84 લોકોનાં મોત

જામનગરમાં પણ કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. શહેરમાં જામનગરમાં બેડ ખૂટી પડી છે અને સ્મશાનમાં લાઇનો લાગી છે. શહેરમાં છેલ્લા 42 કલાકમાં ૪૨ કલાકમાં ૮૪ લોકોનાં મોત થયો છે. બે દિવસમાં જામનગરમાં ૬૦૮ દર્દીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ આવ્યો છે.

 40 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 40 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ કેર સેન્ટરમાં હાલમાં 40 બેડની સુવિધા છે તેમજ નજીકના ભવિષ્યમાં મહત્તમ લોકોને ઝડપથી સારવાર મળી રહે એવા હેતુથી 110 બેડની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]