મારી રિક્ષામાં મોદીના જ ફોટા!!

અમદાવાદઃ ભાઇ આ શું તમારી રીક્ષામાં પ્રધાનમંત્રીનો ફોટો? હા બેન મેં તો પહેલેથી જ મારી રીક્ષામાં આ ફોટા લગાવ્યા છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પોતાની લાગણી કહો તો લાગણી અને ભક્તિ કહો તો ભક્તિ પણ તે તો પ્રગટ થઇ જ જાય છે.

વાત છે અમદાવાદ શહેરમાં એક રીક્ષાવાળા ભાઇની જે પોતાની રીક્ષામાં નરેન્દ્ર મોદીનો ફોટો લગાવીને ફરે છે. સામાન્ય રીતે રીક્ષાની અંદર જ્યારે પણ બેસીએ તો કોઇ અભિનેતા, અભિનેત્રી, નાના બાળકો કે પછી કોઇ કુદરતી દ્ધશ્યના ફોટા જોવા મળતા હોય છે. અને મોટા ભાગે તો બોલીવુડના કલાકારના જ ફોટા રીક્ષામાં જાવા મળે છે. આ રીતે કોઇ રાજકીય નેતાનો ફોટો હોય તેવુ ભાગ્યે જ જોવા મળે છે.

પ્રભાત ચાવડા નામના રીક્ષાવાળા અમદાવાદમાં રીક્ષા ચલાવે છે. અને જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે તમે કોઇ બોલીવુડ કલાકારનો નહી અન્ય કોઇ નેતાનો નહી અને નરેન્દ્ર મોદીનો જ ફોટો કેમ લગાવ્યો ત્યારે તેમણે ચિત્રલેખા સાથે વાત કરતા કહ્યું કે “હું મોદીનો ફેન છું માટે હું તેમનો ફોટો લગાવી તેમના જેમ કામ કરવા માટે પ્રેરણા લઇ રહ્યો છું. આ સ્વતંત્ર દેશ છે અને દરેક વ્યક્તિને પોતાની મરજીથી જીવવાનો હક છે. ઘણા લોકો એવા પણ આવે છે જેમને આ વાત નથી ગમતી પણ મને તેનાથી કોઇ ફેર નથી પડતો. મારી રીક્ષામાં જે પણ બેસે છે તે મને ફોટા વિશે પૂછે જ છે અને હું નમ્રતાથી કહું છું મારા માટે મારા અભિનેતા મોદી છે.”

હવે આ વ્યક્તિને ક્રેઝી કહેવા કે પછી.. જે પણ હોય કોઇ નેતાનો ફોટો લગાવ્યો હોય તેવી રીક્ષા મને તો જોવા મળી નથી. તમે જોઇ છે આવી રીક્ષા..?