અમદાવાદઃ RBIએ રૂ. 2000ની નોટ ચલણમાંથી બહાર કરી રહી છે. અહેવાલ મળ્યા છે કે ગુજરાતમાં જ્વેલર્સ રૂ. 20000ની નોટથી સોનાની ખરીદીવાળાઓ માટે ભાવ વધારી દીધા છે. 10 ગ્રામની કિંમત રૂ. 70,000 સુધી વસૂલી રહ્યા છે, જ્યારે શનિવારે રાજ્યમાં એનો ભાવ રૂ. 60,275 હતો.
બજારના જાણકારોએ ઓળખ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે શુક્રવાકે અગીં 10 ગ્રામ સોનું ખરીદવા પર રૂ. પાંચથી 10,000 વધુ લીધા હતા. એટલે કે 10 ગ્રામ સોનાના રૂ. 70,000માં વેચ્યું હતું. જ્યારે એક કિલો ચાંદીની કિંમત રૂ. 80,000 થઈ હતી.
Iifl સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તા કહે છે કે જે લોકોની પાસે વધુ માત્રામાં રૂ. 2000ની નોટ છે, તેઓ જો બેન્કમાં એને જમા કરશે તો તેમણે તેમની વાર્ષિક કમાણીને આધારે ટેક્સ આપવો પડશે. આ સિવાય વધુ રોકડ રાખવા પર સરકાર તેમને પૂછપરછ કરી શકે છે. આવામાં આવી ઝંઝટોથી બચવા માટે લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે. આ સિવાય સોનું રાખવું સરળ છે. તેમણે કહ્યું હતું કે નોટબંધી સમયે પણ સોનામાં આવી જ રીતે તેજી જોવા મળી હતી. એ સમયે સોનું રૂ. 30,000થી રૂ. 50,000એ પહોંચ્યું હતું.
વળી, હાલમાં જ્યાં ED, આવકવેરા વિભાગે, CBI અથવા રાજ્યોની પોલીસે દરોડા પાડ્યા હતા, ત્યાંથી મોટા ભાગે રૂ. 2000ની નોટોની બ્લેક કમાણી રૂપે જપ્ત થઈ હતી. હાલના સમયે છ મોટી કાર્યવાહીમાં રૂ. 600 કરોડથી વધુની રોકડ જપ્ત થઈ હતી.