ગાંધીનગરમાં CM વિજય રૂપાણીએ ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદન કર્યું

ગાંધીનગરઃ રાજ્યમાં સ્વતંત્ર્યતા દિવસની ઉજવણી ગાંધીનગરમાં જ કરવામાં આવી છે. દેશના 74મા સ્વતંત્રના પર્વની ઉજવણીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજરી આપી હતી. ગુજરાત વિધાનસભા અને મહાત્મા મંદિર વચ્ચે આવેલા સ્વર્ણિમ પાર્કમાં રાજ્ય કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જોકે કોરોનાને કારણે સ્વતંત્ર્યતા દિનની ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી.

માત્ર 250 લોકોને આમંત્રણ

સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે આ વખતે માત્ર 250 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સવારે નવ કલાકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

કોરોના 45 કોરોના વોરિયર્સનું સન્માન

રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સંકમિતોની સારવાર પોતાના જીવના જોખમે પણ કરનારા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ૪૫ જેટલા તબીબો અને આરોગ્ય સેવા કર્મીઓને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા હતા.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જનતાને સંબોધન કર્યું

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અનેક ખેડૂતલક્ષી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ સહિતના થતા નુકસાન માટે પણ રૂપિયા લીધા વગર યોજના જાહેર કરી છે. ૩૨ લાખ ટન કરતાં વધારે કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

લોકડાઉનમાં પાંચ કરોડ લોકોને 3338 કરોડ રૂપિયાનું અનાજ મફત

તેમણે કહ્યું હતું કે  લોકડાઉનના સમયમાં NFSAના ૬૮ લાખ પરિવારો સહિત રાજ્યના પાંચ કરોડ લોકોને ત્રણ માસ માટે ૩૩૩૮ કરોડનું ૧૨૭ લાખ ક્વિન્ટલ અનાજ વિનામૂલ્યે આપ્યું છે. ૧૫૩૦ ગરીબ કલ્યાણ મેળા દ્વારા ૨૬ હજાર કરોડની સાધન-સહાય દોઢ કરોડ લાભાર્થીઓને આપી આત્મનિર્ભરતાના માર્ગે વાળ્યા છે એમ પણ તેમણે કહ્યું હતું.

 મુખ્ય પ્રધાને આપ્યો ‘‘હારશે કોરોના-જીતશે ગુજરાત’’નો મંત્ર

મુખ્ય પ્રધાને ગુજરાતના જન સહયોગથી ‘‘હારશે કોરોના-જીતશે ગુજરાત’’નો મંત્ર આપ્યો હતો.  રાજ્યના નાગરિકોને સંબોધન કરતાં કહ્યું કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’માં પણ આપણે અગ્રેસર રહીને આગામી દિવસોમાં ગુજરાતના હેલ્થ સેકટરને સુદ્રઢ-શક્તિશાળી બનાવીશું.

મુખ્ય પ્રધાને ધ્વજવંદન બાદ સ્વર્ણિમ પાર્ક પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.