સુરતમાં રૂ.બે કરોડના ગેરકાયદેસર શરાબનો નાશ કરાયો

સુરતઃ ગુજરાતમાં દારૂબંધી છે. રાજ્યની પોલીસે ગેરકાયદેસર શરાબ વિરુદ્ધ જોરદાર ઝુંબેશ આદરી છે. સુરત પોલીસે ગઈકાલે બે કરોડની કિંમતના ગેરકાયદેસર દારૂનો નાશ કર્યો હતો. સંગ્રહ કરાયેલી રૂ. 2 કરોડ 9 લાખની કિંમતના ગેરકાયદેસર દારૂની બોટલો ગ્રામિણ સુરતના બે પોલીસ સ્ટેશનના અધિકારીઓએ છેલ્લા બે વર્ષ દરમિયાન કાર્યવાહી હાથ ધરીને કબજે કરી હતી. એનો હવે નાશ કરી દેવામાં આવ્યો છે.

સુરતનાં પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ ઉષા રાડાએ જણાવ્યું કે પલસાણા અને કડોદરાના પોલીસ સ્ટેશનોના અધિકારીઓએ છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન દારૂની જે બોટલો કબજે કરી હતી અને તેનો સુરતના બારડોલી નજીકના એક ગામની હદમાં નાશ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે ગઈ 11 ડિસેમ્બરે વડોદરામાં બુટલેગરોને ત્યાં દરોડો પાડીને રૂ. 88 લાખની કિંમતના ગેરકાયદેસર દારૂનો નાશ કર્યો હતો.