અમદાવાદઃ શહેરના નિર્ણયનગર ગરનાળા, અન્ડરપાસ પાસે આવેલી રેલવેની જમીન પર અસંખ્ય ગેરકાયદે દબાણો ઊભાં થઈ ગયાં હતાં. આ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાઓએ પણ દબાણો થયાં હતાં. રેલવે સત્તાવાળા અને અમદાવાદ શહેર દબાણ વિભાગોએ વિશાળ જગ્યામાં ફેલાયેલાં દબાણોને દૂર કર્યાં હતાં.
સૌથી મહત્ત્વની વાત એ છે કે ઉમિયા હોલ, ચાંદલોડિયા તરફ જતા માર્ગ પર પર પોલીસ ચોકી છે. પોલીસ, હોમગાર્ડઝ, ટીઆરબીના જવાનો પણ આ દબાણોની વચ્ચે જ બેઠા હોય છે. જૂના ફર્નિચર, સોફા, જાળી, ઝાંપા અને ભંગારનો મોટો વેપાર રેલવે અને મહાનગરપાલિકાની આ જગ્યાઓમાં ફૂલ્યોફાલ્યો છે.
શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને રેલવે જેવા અનેક વિભાગોની કચેરીઓ, રહેઠાણો અને જગ્યાઓની બહાર ગેરકાયદે બાંધકામ, વેપાર અંકુશ વગર વધતા જાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)