અમદાવાદઃ ગુજરાત સરકારે એક સર્ક્યુલર જારી કરીને સ્પષ્ટ કર્યું છે છે કે બૌદ્ધ ધર્મ અલગ છે. એ બૌદ્ધ ધર્મથી અલગ ધર્મ છે, એવામાં અલગ કોઈ ધર્મ બદલે છે તો એના માટે મંજૂરી લેવાની રહેશે. રાજ્ય સરકારે કોઈ પણ વ્યક્તિ હિન્દુ ધર્મથી બૌદ્ધ બનવા ઇચ્છે છે તો તેણે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ, 2003નું પાલન કરવાનું રહેશે.
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 8 એપ્રિલે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, એ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસોમાં મનમાની ઢંગથી વ્યાખ્યા કરવામાં આવી રહી છે. એ નોટમાં કહેવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તનની મંજૂરીને મામલે ઉચિત પ્રક્રિયાનું પાલન નથી કરવામાં આવી રહ્યું. આ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે ક્યારેક-ક્યારેક અરજીની સાથે-સાથે સ્વાયત્ત સંગઠનો પણ તર્ક આપે છે કે આ પ્રકારે ધર્માતંરણ માટે કોઈની મંજૂરીની જરૂર નથી.
રાજ્યમાં દરેક દશેરા અને અન્ય તહેવારો પર આયોજિત કાર્યક્રમોમાં મોટા ભાગના દલિતો એકસાથે બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યા છે. ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિષય પર સ્પષ્ટતા તરીકે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કેટલાક જિલ્લા મેજિસ્ટ્રેટ હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટેની અરજીઓનો નિકાલ કરતી વખતે એક્ટ અને તેના નિયમોનું ખોટું અર્થઘટન કરી રહ્યા હતા. આ ઉપરાંત કેટલાક જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પણ આ વિષય પર માર્ગદર્શન માગવામાં આવ્યું હતું. તેથી અમે આ પરિપત્ર દ્વારા સ્પષ્ટતા જાહેર કરી છે.
રાજ્યમાં દલિતોમાં બૌદ્ધ ધર્મ અપનાવવાની વૃત્તિ પ્રવર્તે છે. ગુજરાત બૌદ્ધ એકેડેમી (GBA) એ અગ્રણી સંસ્થાઓમાંની એક છે, જે રાજ્યમાં નિયમિતપણે આવા ધર્માંતરણ કાર્યક્રમોનું આયોજન કરે છે.
સરકારે 2021માં ધર્મ અધિનિયમમાં સુધારો કર્યો હતો
તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકાર ગુજરાત સ્વાતંત્ર્ય અધિનિયમ લાવી હતી. આ કાયદા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય લાલચ, બળજબરી, ખોટી રજૂઆત અથવા અન્ય કોઈપણ ખોટા માધ્યમો દ્વારા ધર્મ પરિવર્તનને રોકવાનો હતો. વર્ષ 2021 માં, ગુજરાત સરકારે લગ્ન દ્વારા બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકતા કાયદામાં સુધારો કર્યો હતો.