અમદાવાદ- ભગવાન નિજ મંદિર પરત,શાંતિપૂર્ણ વાતાવરણમાં 141મી રથયાત્રા સંપન્ન

અમદાવાદ- અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી અષાઢી બીજને શનિવારે સવારે 141મી રથયાત્રા યોજાઈ છે. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ સાથે નગરચર્યાએ નીકળ્યાં છે.. વર્ષમાં એકવાર ભગવાન ભક્તોને દર્શન આપવા મંદિરની બહાર આવે છે. અમદાવાદ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં અને ભારતભરમાંથી જગન્નાથજીના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી પછી ભગવાનને રથમાં બિરાજમાન કરાશે. સવારે 7 વાગ્યે પહિંદવિધિ બાદ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. સોનાની સાવરણીથી પહિંદવિધિ-રથને સ્વચ્છ કરવાની એક ધાર્મિક વિધિ- કરાવ્યાં બાદ તેમણે રાજ્યમાં સુખશાંતિ અને સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. અષાઢી બીજ કચ્છીઓનું નૂતન વર્ષ છે એ અવસરે સીએમ રુપાણીએ  કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી હતી.જગન્નાથ મંદિરમાં વહેલી સવારે 4 વાગ્યે ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની મંગળા આરતી થઈ હતી. આ મંગળા આરતીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા, અને મંગળા આરતીનો લાભ લીધો હતો.મહંત દિલીપદાસજી મહારાજે અમિત શાહનું સન્માન કર્યું હતું.આ મંગળા આરતીમાં મંદિરમાં હકેડઠઠ ભીડ હતી. ત્યાર બાદ સવારે 5 વાગ્યે ભગવાનને પ્રિય એવું આદિવાસી નૃત્ય રજૂ કરાયું હતું. ત્યાર પછી ભગવાનને આંખેથી પાટા ખોલવાની વિધી કરાશે. અને સવારે 5.45 વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે. અને ગુજરાતના સીએમ વિજય રુપાણી પહિન્દ વિધી કરીને રથયાત્રોનો શુભારંભ કરાવશે. લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અમદાવાદનો રોડ રસ્તાઓ પર ભગવાનના દર્શન કરવા ઉમટી પડશે.
આ રથયાત્રામાં 18 શણગારેલા હાથી, ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતી 101 ટ્રકો, વિવિધ અંગ કસરતના દાવ કરતા 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા, વિવિધ રાજ્યોમાંથી આવેલા 2500 સાધુ સંતો જોડાયાં છે. તેમ જ રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગનો પ્રસાદ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપરણાનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવી રહ્યો છે..

રથયાત્રાની સાથે સાથે…

8.35 ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે આખી રાત મંદિર પટાંગણમાં રોકાશે

8.30 ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા સંપન્ન,ત્રણેય રથો નિજ મંદિર પહોંચ્યા, ભગવાનનું કરાયું ભવ્ય સ્વાગત

7.35- મહંત દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર પહોંચી ગયાં, ત્રણેય રથ માણેક ચોક પહોંચ્યાં

7.30 ગજરાજોનો કાફલો નિજ મંદિર પહોંચી ગયો, રથ પણ મંદિર પહોંચવા તરફ, મંદિરે મોટી સંખ્યામાં ભક્તજનો જોઇ રહ્યાં છે ભગવાનના પરત ફરવાની રાહ

7.25 મહંત દિલીપદાસજી માણેકચોકથી રવાના થયાં

7.10- ભગવાન જગન્નાથજી ભાઈબહેન સાથે પાનકોર નાકા જવા રવાના

6.45 ત્રણેય રથ ઘી કાંટા પહોંચ્યાં

5.55 ભગવાન જગન્નાથજીનો રથ શાહપુર પાસે, ગજરાજો અને ફ્લોટ્સ ખમાસા પાસે પહોચ્યાં, વિશાળ સંખ્યામાં ભક્તજનો ભગવાનને આવકારવા જોઇ રહ્યાં છે રાહ

4.15-મુસ્લિમ ભાઈઓએ દરિયાપુર લીમડા ચોક પાસે ગજરાજોનું સ્વાગત કર્યું, મોટી સંખ્યામાં રથયાત્રા નિહાળતાં મુસ્લિમ ભાઇબહેનો

3.30- દરિયાપુર પહોંચી રહી છે રથયાત્રા, ડ્રોન અને હિલિયમ બલૂવ સહિતની સઘન સુરક્ષા વ્યવસ્થા, RAFની ટુકડીઓએ રોડની બંને બાજુ કવર કરી લીધી

2.05 ભગવાનના રથની સરસપુર રણછોડરાય મંદિરેથી નિજમંદિરે પરત ફરવા તૈયારીઓ શરુ

1.45- સરસપુરથી રથયાત્રામાં જોડાયેલ 101 ટ્રક પરત નિજમંદિર તરફ પરત નીકળી

1.15 સીએમ રુપાણીએ સમગ્ર પ્રક્રિયા પોતાના નિવાસસ્થાને સીએમ ડેશબોર્ડ પર જીવંત નિહાળી

1.10- ભગવાનને મોસાળું ભેટ કરવામાં આવ્યું

12.55- ત્રણેય રથ સરસપુર રણછોડરાયજી મંદિર નજીકના ચોકમાં આવી પહોંચ્યાં, મોસાળું ભરાશે, બીજી તરફ હજારો ભક્તોને મહાપ્રસાદનું ભોજન

12.40 ભગવાનનો રથ કાલુપુર બ્રિજ પહોંચ્યો, બલરાજીનો રથ આંબેડકર હોલ પહોંચ્યો, મામેરું ભરવાની તૈયારીઓ શરુ

12.15- નગરની યાત્રા કરી રહેલાં ભગવાન જગન્નાથજી પર મેઘરાજાએ વરસાવ્યું હેત, હળવા વરસાદમાં ગરમીથી રાહત અનુભવતાં ભક્ત

12.10 સરસપુરની 17 પોળમાં રથયાત્રામાં જોડાનાર ભક્તો માટે જમણવારની વ્યવસ્થા શરુ

11.55- રથ કાલુપુર ગેટ પહોંચ્યાં, અમદાવાદના અમુક વિસ્તારમાં હળવો વરસાદ શરુ

11.30 પહેલો રથ ખાડીયા ચકલા પહોંચ્યો, ભક્તિસભર વાતાવરણ, વરસાદી અમી છાંટણાની જોવાતી રાહ

11.15- રથયાત્રામાં શામેલ ટ્રકો સરસપુર પહોંચી

10.15 વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા મહંતને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું

8.50- ગજરાજ રાયપુર પહોંચ્યાં, પોળોમાં ભક્તજનોને ભગવાનના વધામણાંની આતુરતા

8.15 ભક્તજનો ભગવાનના દર્શન સાથે રથયાત્રમાં ભાગ લઇ રહેલાં અખાડા, શણગારેલાં હાથીઓ અને હેરિટેજ થીમના ટેબ્લો નિહાળવાનો લીધો લાભ

8.00 ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બળરામના રથ ઢાળની પોળ પહોંચ્યાં

7.45 રથયાત્રા ખમાસામાં પહોંચી, માર્ગોમાં ભક્તોના ઘોડાપૂર

7.30- મંદિર પરિસરની બહાર રથ હંકારાયા

7.25 મુખ્યપ્રધાન રુપાણી અને નાયબ સીએમ નિતીન પટેલે સોનાની સાવરણીથી રથનો માર્ગ સ્વચ્છ કર્યો

6.15-રથ સંપૂર્ણ તૈયાર, મુખ્યપ્રધાન દ્વારા 7 વાગે પહિંદવિધિ સાથે નગરચર્યાએ રથયાત્રાનું પ્રસ્થાન

6.00- મુખ્યપ્રધાન વિજય રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ પરિવારસહ મંદિરમાં દર્શનાર્થે

5.30- ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બાઈ બળરામજી રથમાં બિરાજમાન

5.15- ભગવાનના વાઘાં બદલાવાયાં, ધારણ કર્યો રજવાડી વેશ

141મી રથયાત્રાની થીમ હેરિટેજ રાખવામાં આવી છે. રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામીનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ,ગાંધીઆશ્રમ સહિતના હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે

5.00 મંદિર પરિસરમાં ભગવાનના રથોની પૂજનવિધિ

4.50- સ્વસ્થ સુંદર અલૌકિક દર્શન કરવા સાથે ભગવાનના દર્શનાર્થીઓએ લગાવ્યાં નારા..મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, જય રણછોડ માખણચોર…

4.48- ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બાઈ બળરામજીની આંખો પરથી પાટા ઊતારવામાં આવ્યાં

4.45- મંદિર પરિસરમાં હકડેઠઠ ભીડ, ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પરિસરમાં ભગવાનના દર્શનાર્થે હજારો ભક્તજનોમાં ઉત્સાહ

4.30- અમિત શાહ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યાં બાદ મંદિર પરિસરમાંથી રવાના થયાં

4.30-ભગવાનને ખીચડીનો પ્રસાદ ધરાવાયો

4.00 મંદિરના પટ ખોલવા સાથે ભગવાનની મંગળા આરતી ઊતારવામાં આવી

મંદિરમાં મીડિયાને પ્રવેશબંધી, મંગળા આરતીમાં પણ પ્રવેશ નહીં.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]