બનાસકાંઠા- દાંતા તાલુકાના કેટલાક ખેડૂતો દ્વારા સરકારી માલ ગોડાઉન ઉપર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતાં.દાંતાના સરકારી ગોડાઉનમાં ખેડૂતોના ઘઉ ન લેવાતા હોબાળો મચ્યો હતો.હાલ ગુજરાત રાજ્ય પુરવઠો વિભાગ ના સરકારી ગોડાઉન માં નોડલ એજન્સી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેણે ઘઉં ન લેતાં ખેડૂતો ભારે સૂત્રોચ્ચાર સાથે ગોડાઉન ઼માં ધસી ગયાં હતાં અને ટેકાના ભાવની માગણી કરી હતી. તાલુકામાં હાલ 1000 હેકટર જેટલા વિસ્તારમાં ઘઉં નું વાવેતર કરાયું હતું અને આ પાકેલા ઘઉં ખરીદવા સરકાર દ્વારા 347 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરાયો છે
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ ગોડાઉનમાં બેઠેલા સરકારી અધિકારીઓ સરકારના આદેશનું પાલન નથી કરી રહ્યાં. તેમ જ ખેડૂતોને વારંવાર ધક્કા ખવડાવી રહ્યાં છે. પરિણામે ખુલ્લાં બજારમાં 290 થી 300 સુધીનો જ ભાવ મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ ચીમકી ઉપચારી છે કે જો 7 થી 10 દિવસમાં ટેકાના ભાવે અનાજ નહીં ખરીદાય તો ખેડૂતો આત્મ વિલોપન કરશે.જોકે આ બાબતે દાંતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ જણાવ્યું હતું કે અનાજ ટેકાના ભાવે ખરીદવા કોઈ સત્તા અપાઇ નથી અને જો ખેડૂતોને એપીએમસીમાં બજારના ભાવે ન પોષાતું હોય તો તેમને સરકારી ગોડાઉનમાં મોકલવામાં આવે છે.
તસ્વીર-અહેવાલ- ચિરાગ અગ્રવાલ