500 કરોડથી વધુના પ્રોજેક્ટ પર નજર રાખશે આ સત્તાધીશ…

ગાંધીનગર– એવા વિવિધ સરકારી પ્રોજેક્ટ જેમાં 5 અબજથી વધુ રુપિયાની ફાળવણી થઇ હોય તેવા પ્રોજેક્ટના કામ બરાબર થાય તે માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.આ પ્રોજેક્ટોમાં સરકારી, ખાનગી, ઔદ્યોગિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રોના પ્રોજેકટસના અમલીકરણ, સમીક્ષા અને નિર્ણય માટે દેખરેખ કરવામાં આવશે તેના અધ્યક્ષ સ્થાનેથી ખુદ સીએમ વિજય રુપાણી નજર રાખશે.ઉપરાંત આ સમિતિમાં નાયબ સીએમ નિતીન પટેલ, ઊર્જાપ્રધાન સૌરભ પટેલ, મહેસૂલપ્રધાન કૌશિક પટેલ અને મુખ્ય સચીવ ડૉ. જે. એન. સિંહ સહિત મહેસૂલ, નાણાં, માર્ગમકાન, પર્યાવરણ, ઊદ્યોગ સહિત સંબંધિત વિભાગોના સચીવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે આ સમિતિની બેઠક યોજાશે અને પ્રોજેકટસ અમલીકરણ તથા તે અંગેની કોઇ રજૂઆતો પરત્વે ત્વરિત નિર્ણય કરવામાં આવશે અને સમીક્ષા કરવામાં આવશે. આ માટે એક અલાયદુ સેલ ઊભું કરવામાં આવશે અને જે રજૂઆતો આવશે તેના પર ઝડપથી નિર્ણય થશે.

વધુમાં, વિવિધ સરકારી, ખાનગી, ઔદ્યોગિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રોના રૂા. ૧૦૦થી રૂા. પ૦૦ કરોડના પ્રોજેકટસના અમલીકરણ, પ્રશ્નો અને રજૂઆતો અને તેના નિવારણ માટે મુખ્યસચીવ કક્ષાએથી મોનિટરિંગ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]