શહેરોમાં ‘અનઅધિકૃત’ બંધ સદંતર નિષ્ફળ

અમદાવાદ-હમણાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ લોકો દ્વારા જાતિવાદ અને કોમવાદ વકરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેનાથી દરેક સમાજમાં ઉદ્વેગ પેદા થાય છે અને પૂર્વગ્રહો ઉભા થયા બાદ ઘર્ષણ થઇ જતું હોય છે. તાજેતરમાં જ દલિતોએ આપેલા બંધના એલાન થી હિંસા અને અરાજકતા ફેલાઇ…ત્યારબાદ 10મી એપ્રિલે કેટલાક લોકોએ બંધનું એલાન જાહેર કર્યું.., આ બંધનું એલાનનો સોશિઅલ મીડિયા (વ્હોટ્સ એપ) જેવા માધ્યમોમાં ખૂબ પ્રચાર કરવામાં આવ્યો. પરંતું મોટાભાગના શહેર-ગામોમાં આ બંધનું એલાન સદંતર નિષ્ફળ ગયું છે.કેટલાક નાના શહેરમાં બંધની આંશિક અસર જોવા મળી, પણ અમદાવાદ શહેરમાં શિક્ષણ સંસ્થાઓ, ધંધા-રોજગાર તેમજ તમામ વિસ્તારોમાં વાહન વ્યવહાર પૂરજોશમાં ચાલુ રહ્યો.

પોતાના અંગત સ્વાર્થ ખાતર સમાજમાં તમામ વર્ગોની સાથે રહેતા કેટલાક તત્વો અરાજકતા-વયમનસ્ક ફેલાવી પોતાના રોટલા સેકવા પ્રયત્ન કરતા હોય છે, ભાવનાઓ સંવેદનાને ભડકાવતા હોય છે. પરંતુ સમજુ પ્રજાને અંદાજ આવી જતા એમના મલીન ઇરાદાઓ પાર પડતા નથી. એવું જ કઇક આજે અમદાવાદ શહેરમાં જોવા મળ્યું બંધનું એલાન જેવું કોઇ ચિત્ર દેખાતું જ નથી. સર્વત્ર જનજીવન સામાન્ય જણાય છે. તસવીરઃ અહેવાલ–પ્રજ્ઞેશ વ્યાસ