રાજ્યમાં ફસાયેલા પરપ્રાંતીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર

અમદાવાદઃ લોકડાઉનના કારણે અમદાવાદ અને અન્ય જગ્યાઓ પર ફસાયેલા પરપ્રાંતીય કામદારો-મજૂરોને પોતાના વતન પરત જવા માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પણ આ માટે વિશેષ સુવિધા ઉભી કરાઇ છે.

અમદાવાદ જિલ્લા કલેકટર કે. કે.નિરાલાએ જણાવ્યું છે કે, જે પરપ્રાંતીય લોકો ડીજીટલ પ્લેટફોર્મ હેઠળ રજીસ્ટ્રેશન નથી કરી શકતા તે લોકો કોલ સેન્ટર પર ફોન કરી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. આજ મોડી રાતથી કોલ સેન્ટર કાર્યરત કરાશે. 1800-233-9008 અને 079 26440626 હેલ્પ લાઇન નંબર ઉપર તેમની વિગતો જણાવી શકશે.

આ માટે એક ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યુ છે જેમાં વતન પરત ફરવા માંગતા લોકો તેમનું નામ ક્યાંથી જવાના છે ? ક્યાં જવાનું છે ? તેમની સાથે અન્ય કોણ છે ? સંપર્ક નંબર ઉપરાંત તેઓ વિદ્યાર્થી, યાત્રાળુ-પર્યટક કે શ્રમિક છે એ તમામ વિગતો ભરવાની રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.