અમદાવાદઃ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી શરુ થઈ ગઈ છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન આવી રહ્યો છે. 30 માર્ચ અને 31 માર્ચ એમ આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, કચ્છ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં હીટવેવની સ્થિતિ બની રહેશે.
કાળઝાળ ગરમીના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થવાની સાથે લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ શહેરમાંથી વૃક્ષોનો મોટાપાયે સફાયો થતાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર વધી રહ્યું છે. અતિશય ઠંડી બાદ અતિશય ગરમી પણ બે મહિના દઝાડશે તે નક્કી છે.
માર્ચના અંતિમ દિવસે રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળ્યું હતું અને જેને લઈ જનજીવનને માઠી અસર પહોંચી હતી. એપ્રિલના પહેલા સપ્તાહમાં જ ગરમીનો પારો ૪૩થી ૪૫ ડીગ્રી સુધી પહોંચે તેવી પૂરેપરી શક્યતા છે. બીજી તરફ રાજ્યમાં વધેલી ગરમીને લઈ લોકો આકૂળ-વ્યાકૂળ થઈ ઊઠયા છે.
આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી બેથી અઢી મહિના સુધી ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ સ્વયંભૂ કરફ્યુ સર્જાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહીં છે.
ત્યારે આવો જાણીએ ક્યાં કેટલી ગરમી નોંધાઈ છે…
અમદાવાદ ૪૧.૫
ડીસા ૪૧.૫
ગાંધીનગર ૪૦
ભુજ ૪૧
વડોદરા ૪૦.૪
સુરત ૩૪.૮
અમરેલી ૪૧.૨
રાજકોટ ૪૧.૨