લોકસભા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોનો મોટાપાયે નામાંકન કાર્યક્રમ, પ્રધાનો સહિત હાજર રહેશે…

ગાંધીનગર- ભાજપના લોકસભા બેઠકો માટે ઉમેદવારોનો મોટાપાયે નામાંકનપત્ર ભરવાનો કાર્યક્રમ પક્ષ દ્વારા યોજવામાં આવ્યો છે.જેમાં પ્રધાનો સહિત હોદ્દેદારો ઉમેદવારી ભરવાના પ્રસંગે જે તે સ્થળે હાજર રહેશે તેની યાદી આ રહી…

મુખ્યપ્રધાન વિજય રૂપાણી કચ્છ ખાતે ભાજપાના ઉમેદવાર  વિનોદભાઇ ચાવડાના ઉમેદવારી નામાંકન પ્રસંગે તેમજ તારીખ ૨ એપ્રિલે રાજકોટ ખાતે ભાજપાના ઉમેદવાર  મોહનભાઇ કુંડારીયાના નામાંકન પ્રસંગે ઉપસ્થિત રહેશે

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ભાવનગર ખાતે ભાજપાના ઉમેદવાર ડૉ. ભારતીબેન શિયાળના નામાંકન પ્રસંગે, તારીખ ૨ એપ્રિલે પોરબંદર ખાતે ભાજપાના ઉમેદવાર રમેશભાઇ ધડુકના નામાંકન પ્રસંગે તેમજ
તારીખ ૪ એપ્રિલે પાલનપુર ખાતે ભાજપાના ઉમેદવાર પરબતભાઇ પટેલના નામાંકન પ્રસંગે ઉપસ્થિત રહેશે

કેન્દ્રીયપ્રધાન પરશોત્તમ રૂપાલા નડીયાદ ખાતે ભાજપાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના નામાંકન પ્રસંગે તેમ જ તારીખ ૨ એપ્રિલે અમરેલી ખાતે ભાજપાના ઉમેદવાર નારણભાઇ કાછડીયાના નામાંકન પ્રસંગે ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા તારીખ ૨ એપ્રિલે જામનગર ખાતે ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમના નામાંકન પ્રસંગે તેમજ ૩ એપ્રિલે જુનાગઢ બેઠક પર ભાજપાના ઉમેદવાર  રાજેશભાઇ ચૂડાસમાના નામાંકન પ્રસંગે ઉપસ્થિત રહેશે.
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, પાટણ લોકસભા બેઠક પર ભાજપાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના નામાંકન પ્રસંગે કેન્દ્રીયપ્રધાન હરિભાઇ ચૌધરી, શંકરભાઇ ચૌધરી તથા  કે.સી.પટેલ, , આણંદ લોકસભા બેઠક પરના ભાજપાના ઉમેદવાર મીતેશ પટેલના નામાંકન પ્રસંગે  ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપાના ઉમેદવાર  ગીતાબહેન રાઠવાના નામાંકન પ્રસંગે કેન્દ્રીયપ્રધાન જશવંતસિંહ ભાભોર અને શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહેશે.

લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવારશ્રીઓ નામાંકન દાખલ કરવાના છે તેની તારીખ, સમય અને પ્રદેશમાંથી ઉપસ્થિત રહેનાર અગ્રણીઓના નામની વિગત નીચે મુજબ છે.

1.
ખેડા
૧.૪.૨૦૧૯
સવારે ૧૦.૦૦ ક.
કલેકટર કચેરી-નડીયાદ
દેવુસિંહ ચૌહાણપરશોત્તમભાઇ રૂપાલા
(કેન્દ્રીયપ્રધાન)
2.
નવસારી
૧.૪.૨૦૧૯
સવારે ૧૦.૦૦ ક.
કલેકટર કચેરી-નવસારી
સી.આર.પાટીલ
મંગુભાઇ પટેલ
(પૂર્વ પ્રધાન)
3.
કચ્છ (અ.જા.)
૧.૪.૨૦૧૯
બપોરે ૧૨.૨૨ ક.
હોટલ વિરામ, આકાશવાણીની બાજુમા, ભૂજ
વિનોદભાઇ ચાવડા
વિજય રૂપાણી
(મુખ્યપ્રધાન)
4.
ભાવનગર
૧.૪.૨૦૧૯
બપોરે ૧૨.૩૯ ક.
સત્યનારાયણ રોડ, ભાવનગર
ડૉ. ભારતીબેન શીયાળ
જીતુભાઇ વાઘાણી
(ભાજપા પ્રદેશ પ્રમુખ)
5.
સાબરકાંઠા
૧.૪.૨૦૧૯
બપોરે ૧૨.૩૯ ક.
દૂર્ગા માર્કેટ કેમ્પસ, હિંમતનગર
દીપસિંહ રાઠોડ
શંકરભાઇ ચૌધરી(પૂર્વ પ્રધાન)
કે.સી.પટેલ (પ્રદેશ મહામંત્રી)
રમણભાઇ પાટકર (પ્રધાન)
6.
અમદાવાદ
પશ્ચિમ (અ.જા.)
૧.૪.૨૦૧૯
બપોરે ૧૨.૩૯ ક.
કલેકટર કચેરી, સુભાષબ્રિજ અમદાવાદ
ડૉ. કિરિટભાઇ સોલંકી
પ્રદીપસિંહ જાડેજા (પ્રધાન)7.
પંચમહાલ
૧.૪.૨૦૧૯
બપોરે ૧૨.૩૯ ક.
જિલ્લા ભાજપા કાર્યાલય, ગીતામૃત, કલાલ દરવાજા પાસે, પ્રભારોડ, પાંજરાપોળ રોડ, ગોધરા
રતનસિંહ રાઠોડ
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
8.
પોરબંદર
૨.૪.૨૦૧૯
બપોરે ૧૦.૦૦ ક.
સુદામા ચોક, પોરબંદર
રમેશભાઇ ધડુક
જીતુભાઇ વાઘાણી
(ભાજપા પ્રદેશ પ્રમુખ)
9.
રાજકોટ
૨.૪.૨૦૧૯
બપોરે ૧૧.૦૦ ક.
બહુમાળી ભવન, સરદાર પટેલ સ્ટેચ્યુ, રાજકોટ
મોહનભાઇ કુંડારીયા
વિજયભાઇ રૂપાણી
(મુખ્યપ્રધાન)
10.
જામનગર
૨.૪.૨૦૧૯
બપોરે ૧૧.૦૦ ક.
ઓસવાલ સેન્ટર, જામનગર
પૂનમબહેન માડમ
આર.સી.ફળદુ (પ્રધાન)
મનસુખભાઇ માંડવીયા (કેન્દ્રીયપ્રધાન)
11.
વલસાડ
(અ.જ.જા)
૨.૪.૨૦૧૯
બપોરે ૧૨.૩૯ ક.
કલેક્ટર કચેરી,
વલસાડ
ડૉ. કે.સી.પટેલ
મંગુભાઇ પટેલ (પૂર્વ પ્રધાન)
12.
ભરૂચ
૨.૪.૨૦૧૯
બપોરે ૧૨.૩૯ ક.
કલેક્ટર કચેરી,
ભરૂચ
મનસુખભાઇ વસાવા
ભરતસિંહ પરમાર (પ્રદેશ મહામંત્રી)
13.
બારડોલી
(અ.જ.જા)
૨.૪.૨૦૧૯
બપોરે ૧૨.૩૯ ક.
કલેક્ટર કચેરી,
વ્યારા
પ્રભુભાઇ વસાવા
ગણપતભાઇ વસાવા (પ્રધાન)
14.
અમરેલી
૨.૪.૨૦૧૯
બપોરે ૧૨.૦૦ ક.
મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય, ભીડભંજન હનુમાન મંદિર સામે, સુખનાથપૂરા રોડ, અમરેલી
નારણભાઇ કાછડીયા
પરશોત્તમ રૂપાલા
(કેન્દ્રીયપ્રધાન)
15.
બનાસકાંઠા
૪.૪.૨૦૧૯
બપોરે ૧૧.૦૦ ક.
જોડનાપુર-દેવપુરા પાટીયા, ઝાયકા હોટલની સામે, ડીસા રોડ, પાલનપુર
પરબતભાઇ પટેલ
જીતુભાઇ વાઘાણી
(ભાજપા પ્રદેશ પ્રમુખ)

ભાજપાના ઉમેદવારો દ્વારા ગાંધીનગર, દાહોદ, સુરેન્દ્રનગર અને વડોદરા લોકસભા બેઠક પર નામાંકનપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકેલ છે તેમ જણાવ્યુ હતુ.