હાર્દિકના વિવાદી બોલઃ રુપાણીએ આપી દીધું છે રાજીનામું, 10 દિવસમાં નવા સીએમ

રાજકોટ– રાજકારણના આટાપાટા અને ચર્ચાના ચોરામાં હાર્દિક પટેલના નિવેદનો મીડિયા જ નહીં, સત્તાનશીન નેતાઓ માટે પણ દોડધામ કરાવનાર બની રહ્યાં છે. વધુ એકવાર પાટીદાર નેતા હાર્દિક પટેલે મીડિયા સાથેની એક મુલાકાત દરમિયાન વિવાદી બોલ બોલ્યાં છે.

રાજકોટમાં હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે કે.. “વિજય રૂપાણીએ બુધવારે કેબિનેટની બેઠકમાં રાજીનામું આપી દીધું છે, તેમજ આગામી 10 જ દિવસમાં રાજ્યને નવો પાટીદાર અથવા ક્ષત્રિય મુખ્યમંત્રી મળશે. ભાજપમાં આ અંગે ઘણા સમયથી પ્રક્રિયા ચાલી રહી છે. આગામી દિવસોમાં તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવશે.”

જોકે હાર્દિકના આ નિવેદન સંદર્ભે સાબરકાંઠામાં શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેલાં મુખ્યપ્રધાન વિજય રુપાણીને સવાલ કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે પોતે આવી કોઇ વાતથી અજાણ છે. જ્યારે નાયબ સીએમ નિતીન પટેલે જણાવ્યું હતું કે નીતિન પટેલે કહ્યું હતું કે, “આ વાત માત્ર અફવા છે. તેમણે રાજીનામું આપ્યાની અફવા સોશિયલ મીડિયામાં ફરી રહી છે.”