હાર્દિક પટેલ હવે સિંગલ નથી; લાંબા સમયની મિત્ર કિંજલ સાથે પરણી ગયા છે

સુરેન્દ્રનગર – ગુજરાતમાં પાટીદાર સમાજ માટે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત માટે લડત ચલાવી રહેલા યુવા નેતા હાર્દિક પટેલ આજે કિંજલ પરીખ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે.

હાર્દિક પટેલ અને કિંજલનાં લગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના દિગસર ગામના મંદિરમાં યોજવામાં આવ્યા હતા. લગ્નપ્રસંગ સાદાઈથી ઉજવવામાં આવ્યો હતો.

કિંજલ અને હાર્દિક લાંબા સમયથી મિત્રો રહ્યાં છે. તે છતાં બંનેનાં પરિવારજનો આને લવમેરેજ તરીકે ગણતાં નથી.

લગ્નપ્રસંગે હાર્દિક અને કિંજલના પરિવારજનો તથા નિકટનાં મિત્રો હાજર રહ્યાં હતાં.

લગ્નપ્રસંગની તેમજ હાર્દિકની પીઠી ચોળવાનાં પ્રસંગની તસવીરો હાર્દિકના ફેન પેજ પર જોવા મળી છે.

હાર્દિક અને કિંજલ, બંને જણ અમદાવાદ જિલ્લાના ચંદન નાગરી ગામનાં વતની છે.

કિંજલ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરે છે. એમણે આર્ટ્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી લીધી છે.