ગુજરાત પહેલા સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવની યજમાની કરશે

મુંબઈઃ દેશના સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સ માર્કેટને પ્રોત્સાહન આપવા અને વેપારને પ્રોત્સાહન કરવાનો ઉદ્દેશથી અમદાવાદમાં કોન્કલેવનું 11 ડિસેમ્બરેથી આયોજન કરવામાં આવ્યું છે. એ માટે દેશની પહેલી ગુજરાત સ્પોર્ટ્સ કોન્કલેવ દરમ્યાન પિચબુક સ્પર્ધા માટે સાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કંપનીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, જે 11 ડિસેમ્બરે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીમાં આયોજિત થશે.

આ કોન્કલેવ માટે 60થી વધુ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કંપનીઓનાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યાં છે. વૈશ્વિક સ્પોર્ટ્સમાં ભારતની હાજરી બહુ ઝડપથી વધી રહી છે. સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ હવે માત્ર એક સ્પર્ધા જ નથી રહી, પરંતુઅનેક સંભાવનાઓવાળું એક ઊભરતું આર્થિક ક્ષેત્ર છે. વાઇબ્રન્ટ ગુજરાત પહેલના માળખાની અંદર ગુજરાત સ્ટાર્ટઅપ સ્પોર્ટ્સ કોન્કલેવની યજમાની કરશે, જેમાં મૂડીરોકાણ આકર્ષશે, રાજ્યને આર્થિક વિકાસને વેગ મળશએ અને રાજ્યના વેપાર-વ્યવસાયના એક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની નેમ છે, એમ સુવા અને સ્પોર્ટ્સ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

આ કોન્કલેવનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી અને સ્પોર્ટ્સકોમ ઇન્ડસ્ટ્રી કોન્ફોડરેશનની ભાગીદારીમાં કરવામાં આવી રહ્યું છે. વળી આ કોન્કલેવને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, i-હબનો સહયોગ છે.

આ કોન્કલેવના મુખ્ય આકર્ષણોમાં એક સ્પોર્ટસ સ્ટાર્ટઅપ ઇનામો છે, જેમાં ટોચના ત્રણ વિજેતાઓને કુલ રૂ. 25 લાખનું રોકડ ઇનામો આપવામાં આવશે. આ કાર્યક્રમ વાઇબ્રન્ટ ગુજરાતના નેજા હેઠળ યોજવામાં આવી રહી છે, જેની કલ્પના વડા પ્રધાન મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યું છે.