ગુજરાતઃ ૧૮ હજાર ગામડાંની જમીન માપણી કામગીરી પૂર્ણતાને આરે

ગાંધીનગર- મહેસૂલપ્રધાન કૌશિકભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કોન્ફરન્સમાં જમીન માપણી અંગે મહત્ત્વના નિર્ણય લેવાયાં હતાં. મહેસૂલ વિભાગને લગતી રીસર્વે માપણી, એન.એ., પ્રોપર્ટી કાર્ડ, હક પત્રની નોંધો, બાકી મહેસૂલ, સ્ટેમ્પ ડ્યૂટીના બાકી કેસો જેવી દસ જેટલી બાબતોની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.swarnim sankul 2બેઠકના અંતે ટૂંકાગાળાની અને લાંબાગાળાની સમયાવધિ ધરાવતી કામગીરી નક્કી કરવા અને બાકી કામગીરી માટે સમય મર્યાદા નક્કી કરવા આદેશો કરાયાં હતાં..

રાજ્યમાં ૫૭૯ સૂચિત સોસાયટી આવેલી છે. જેના અંદાજે એક લાખ નાના મકાનમાલિકોને લાભ આપતી આ યોજનાના લાભો સમયમર્યાદામાં મળે તેવા આદેશ અપાયાં હતાં.

ભારત સરકારના સહકારથી જમીન રીસર્વે અને મોજણીકામ સફળતાપૂર્વક હાથ ધરનારું ગુજરાત પ્રથમ રાજય બન્યું હોવાનું જણાવતાં મહેસૂલપ્રધાને કહ્યું કે આ પ્રોજેકટની કામગીરી ૮૦ ટકા પૂર્ણ થઇ છે. આ કામગીરી દરમિયાન ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી પૂર્ણ કરવા પણ કલેકટરોને અનુરોધ કર્યો હતો.  ગામ નમૂના નં.૬ માં બેંક દ્વારા બોજા દાખલ કમીની નોંધ અંગે રાષ્ટ્રીયકૃત બેંકોને જે સત્તા આપવામાં આવી છે. તેવી સત્તા મહત્વની સહકારી બેંકોને આપવા વિચારણા કરાશે જેથી સહકારી બેંકો મારફત ધીરાણ લેતાં અરજદારોને સરળતા રહે.

જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષસ્થાને SIT ની રચના કરવામાં આવેલ છે. જે પેન્ડિંગ કેસેાની સમીક્ષા ઝડપથી હાથ ધરીને ફરિયાદોનો નિકાલ કરશે. શહેરી વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ આપવાની કામગીરીમાં ઝડપ આવે તે માટે ટેકનોલોજીના ઉપયોગ ઉપરાંત મહાનગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોને પણ આ કામગીરીમાં સામેલ કરાશે.