રાજકોટઃ પોલીસ સ્ટેશનના શૌચાલયમાં મહિલાની આત્મહત્યા

રાજકોટઃ હુમલાના એક કેસના સંબંધમાં પૂછપરછ માટે 36-વર્ષની એક મહિલાને આજે શહેરના પોલીસ સ્ટેશનમાં માટે બોલાવવામાં આવી હતી. પરંતુ, તે મહિલાએ પોલીસ સ્ટેશનના શૌચાલયમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટના આજે સવારે બની હતી.

નયના કોળી નામની તે મહિલાને કેસના સંબંધમાં પૂછપરછ માટે ગઈ કાલે સાંજે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. પતિથી ડરને કારણે તે મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ રહેવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ આજે સવારે તે શૌચાલયમાં ગઈ હતી અને છત સાથે પોતાનો દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધો હતો એમ પોલીસનું કહેવું છે. હુમલાના કેસમાં ફરિયાદી મહિલાનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ છે.