ગુજરાત રેડ ક્રૉસને સૌથી વધુ બ્લડ કલેક્શન કરવા માટે મળ્યો નેશનલ એવોર્ડ

ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાએ દેશમાં સૌથી વધારે સ્વેચ્છિક રક્તદાન એકત્રિત કરવા બદલ શિલ્ડ મેળવ્યુ છે.

17 જલાઇ 2023ના દિવસે રાષ્ટ્પતિ  ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત દેશના રાષ્ટ્રપતિ અને ઇન્ડિયને રેડ ક્રૉસ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભામાં ભારતના રાષ્ટ્રપતિ અને ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટીના પ્રમુખ દ્રૌપદી મુર્મૂના હસ્તે ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટીના ચેરમેન મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં બ્લડ ડૉનેશન શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા વતી ગુજરાત રેડ ક્રૉસના વાઇસ ચેરમેન અજયભાઇ દેસાઇ દ્વારા આ શિલ્ડ સ્વીકારવામાં આવ્યો હતો. ગુરજરાત રેડ ક્રૉસના ચેરમેન અજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત રેડ ક્રૉસે સ્વૈચ્છિક બ્લડ ડૉનેશન સેવાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, અને અન્ય તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે. ગુજરાતના રક્ત દાતાઓએ બ્લડ ડૉનેશન ઝૂંબેશમાં જે સાથ અને સહકાર આપ્યો છે તે અભૂતપૂર્વ છે તેઓના ગુજરાત રેડ ક્રૉસ વતી હુ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ. આવનારા દિવસોમાં ગુજરાત રેડ ક્રૉસ બ્લડ ડૉનેશન ક્ષેત્રે અને સાથો સાથે અન્ય સેવાકીય ક્ષેત્રોમા હજુ વધારે સારી કામગીરી કરશે.