ગુજરાતની જનતા બધું જ જાણે છેઃ રાજીવ સાતવ

અમદાવાદ- લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગયા બાદ દેશભરમાં તમામ પક્ષો સક્રિય થઇ ગયા છે. જેમાં દેશના મુખ્ય બે પક્ષ ભાજપા અને કોંગ્રેસના કાર્યકર્તા-નેતા પોતાની જવાબદારી અને કામગીરીમાં લાગી ગયા છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાત થઇ. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વર્કિંગ કમિટીની બેઠક માટે ગુજરાતમાં આવી રહ્યા છે. આ બેઠક ફેબ્રુઆરી માં યોજાવાની હતી પરંતુ પુલવામાં હુમલા બાદની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ 12 માર્ચના રોજ યોજવાનું નક્કી થયું. 12 માર્ચને મંગળવારની બેઠક પૂર્વે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની મુખ્ય કચેરી કાર્યકર્તા અને નેતાઓથી વેગવાન બની ગઇ હતી. સી.ડબ્લ્યુ.સી.ની બેઠક પૂર્વે 11 માર્ચ સોમવારે જીપીસીસી પર એક પત્રકાર પરિષદ યોજવામાં આવી. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ પ્રભારી  રાજીવ સાતવ, અલ્પેશ ઠાકોર સહિત નેતાઓની ઉપસ્થિતિ રહ્યા.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે , રાજનીતી કરવાને બદલે 28 ફેબ્રઆરીએ દેશહિતને ધ્યાનમાં રાખી સી.ડબ્લ્યુ સીની બેઠક અને રેલીનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો. 1961 કોંગ્રેસની બેઠક યોજાઇ ત્યારબાદ વર્ષો બાદ ગુજરાતને આગણે મિટીંગ ની તક અપાઇ. 12 માર્ચ એ દાંડી યાત્રાનો ઐતિહાસિક દિવસ છે. ગાંધી સરદારની આ ભૂમિ પર કોગ્રેસનું સર્વોચ્ચ નેતૃત્વ આવનારા સમયમાં પક્ષની નિતી કાર્યક્રમો અને દેશ માટે ના નવા આયોજનોની ચર્ચા કરશે. દેશના ઇતિહાસમાં પહેલી રેલી હશે ,જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી,  પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ તેમજ વિશાળ નેતૃત્વ હાજર રહેશે. આ ઉપરાંત અમિત ચાવડાએ આવતીકાલના કાર્યક્રમોની છણાવટ કરી હતી.

પત્રકારો સાથેના સંવાદમાં કેન્દ્રીય નેતા રાજીવ સાતવે ઉમેર્યુ કે, કોંગ્રેસની ઉચ્ચ કક્ષાની લીડરશીપ વચ્ચે  આવતીકાલની મિટીંગ બાદ ગુજરાત અને દેશમાં ચૂંટણી લક્ષી કાર્યક્રમો શરુ થઇ જશે. ગુજરાતે હંમેશા દેશની રાજનિતીમાં મહત્વનો ભાગ ભજવ્યો છે., 2017ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યુ. ભાજપાએ પહેલાં પણ કોંગ્રેસના ધારાસભ્ય તોડવાનો પ્રયત્ને કર્યો હતો. અમિત શાહે 150 સીટોની વાતો કરી હતી, 99 પર અટકી ગયા. સત્તાના માધ્યમથી આ પ્રકારની રાજનીતી થાય છે. ગુજરાતની જનતા બધુ જ જાણે છે..

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ