ઉદ્યોગ સાહસિક પિન્કી રેડ્ડીનો અમદાવાદની મહિલાઓ સાથે વાર્તાલાપ…

અમદાવાદ– “યંગ ફિક્કી  લેડીઝ ઓર્ગેનાઇઝેશન” (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા  “અપ કલોઝ  એન્ડ  પર્સનલ વીથ  પિન્કી રેડ્ડી” કાર્યક્રમનું  આયોજન  કરવામાં  આવ્યું હતું, જેમાં “ફિક્કી ફ્લો”ના નેશનલ ચેરપર્સન  “પિન્કી  રેડ્ડી” (અપર્ણા રેડ્ડી) સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. “પિન્કી  રેડ્ડી”  જાણીતા અને સફળ ઉદ્યોગ સાહસિક છે, તેમજ  આર્ટ, કલા, અને અનેક સામાજીક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે.

આ  કાર્યક્રમમાં  “પિન્કી  રેડ્ડી”એ  પોતાના જીવનના બાળપણથી લઇ અત્યાર સુધીના એક  પુત્રી, બહેન, પત્ની , અને માતા તરીકેના અનુભવો જણાવ્યાં હતા, “પિન્કી  રેડ્ડી”એ  કહ્યુંકે  એક માતા  તરીખે આપણે આપણા બાળકોને સારા સંસ્કાર અને નીતિ મૂલ્યો આપવા જોઈએ. તેમજ  બાળકોને આપણે ના કહેતા પણ શીખવું જોઈએ અને જરૂર પડ્યે મોટા થતા બાળકોને થોડી સ્પેસ પણ આપવી જોઈએ. આ સાથે  તેમણે એક સફળ  ઉદ્યોગ સાહસિક તરીકેના પોતાના અનુભવો વિષે  જણાવ્યું હતું. “પિન્કી  રેડ્ડી” એ આમંત્રિત મહેમાનો  દ્વારા  પૂછવામાં  આવેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

આ  પ્રસંગે “યંગ ફિક્કી  લેડીઝ ઓર્ગેનાઇઝેશન” (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન  “શ્રિયા  દામાણી” એ કહ્યુંકે  ” યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન  (વાયફ્લો) યુવા મહિલા  ઉદ્યોગ સાહસિકો અને મહિલા  વ્યાવસાયિકો ને  વિકાસની તકો, માર્ગદર્શન અને સહાય પૂરી  પાડતી  અને તેમના  વિકાસ  માટે  સતત  કાર્યરત રહેતી  સંસ્થા  છે અને  તેનો  લાભ  લેવા વધુ અને વધુ  યુવા મહિલાઓએ આ સંસ્થા સાથે  જોડાવું જોઈએ.”

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]