મોરવાહડફના ધારાસભ્ય પદેથી ભૂપેન્દ્ર ખાંટ સસ્પેન્ડ કરાયાં

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવા હડફના ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા છે. જાતિનું પ્રમાણપત્રએ શિડ્યુલ ટ્રાઈબની વિધાનસભા બેઠક પર ચાલે એમ નથી, જેના પગલે રાજ્યપાલે ભૂપેન્દ્ર ખાંટના જાતિની પ્રમાણપત્ર યોગ્ય ન હોવાથી તેમને વિધાનસભાની બેઠક માટે ગેરલાયક ઠેરવવા માટે મારી પાસે મોકલ્યું હતું. અને આ બેઠક ખાલી કરવાનો ઓર્ડર રાજ્યપાલે મને મોકલ્યો હતો. જેના પગલે અમે આજે રાજ્યપાલના ઓર્ડરને લઈને આ જાહેરાત કરી છે.વિધાનસભાના અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર ખાંટ જે શિડ્યુલ ટ્રાઈલ બેઠક માટે જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતું એ અંગે અદાલતમાં પીટીશન કરવામાં આવી હતી. જે પ્રમાણપત્ર રજૂ કરાયું હતું કે યોગ્ય ઠર્યું નથી. આથી તેમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ ઓ પી કોહલીના આદેશને પગલે અમે આ ધારાસભ્ય બેઠક ખાલી કરવાની જાહેરાત કરીએ છીએ.મોરવાહડફ બેઠક પરથી ભૂપેન્દ્ર ખાંટ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા, ત્યાર બાદ તેમણે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. વિધાનસભામાં કોંગી ધારાસભ્યોની સંખ્યા 77થી ઘટીને 70 થઈ ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]