‘ફોની‘નો કહેર: નેપાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આણશે

કાઠમાંડુ: ભારતના ઓડિશામાં વિનાશ વેર્યા બાદ બંગાળ તરફ આગળ વધી રહેલા ભીષણ ચક્રાવાતી તોફાન ‘ફોની’ની ઝપેટમાં નેપાળનો કેટલોક વિસ્તાર આવે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આ અંગે જાણકારી આપી હતી. નેપાળ હવામાન આગાહી અનુસાર હિમાલયી દેશના પૂર્વીય અને મધ્ય ક્ષેત્રમાં શુક્રવારે અને શનિવારે વરસાદ થવાની સંભાવના છે. જો કે, અહીં ફોની વાવાઝોડાની કોઈ સંભાવના નથી. નેપાળના ખૂંબ સહિત હિમાલયના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

ધ હિમાલયાન ટાઈમ્સ અનુસાર દેશમા હવામાન વિભાગે કહ્યું કે, વાવાઝોડાને કારણે પૂર્વ નેપાળના કેટલાક વિસ્તારોમાં ભેજના પ્રમાણમાં વધારો થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, વાવાઝોડું ફોની ભયંકર નુકસાન કરીને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં 4 લોકોના મોત થયાં છે. સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

હવામાન વિભાગ અનુસાર ફોની વાવાઝોડુની અસર ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ જોવા મળી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]