અમદાવાદઃ ગુજરાત સરકારે ગુજરાતની તમામ શાળા કોલેજોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રતિકૃતિ ઓક્ટોબરમાં મૂર્તિના ઉદઘાટન સમયે કાઢવામાં એકતા યાત્રાઓ દરમિયાન આપવામાં આવી હતી. શાળા-કોલેજોને આ કામ પૂંરુ કરવા માટે માત્ર બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ આદેશ એડિશનલ ચીફ સેક્રેટરી આનંદ મોહન તિવારીએ આપ્યો છે.
આદેશ અનુસાર મૂર્તિ લગાવવાના કાર્યક્રમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદોને પણ આમંત્રિત કરવામાં આવે. મહત્વનું છે કે નર્મદા જિલ્લામાં સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાના અનાવરણ પહેલા રાજ્યની બીજેપી સરકારે આખા દેશમાં એકતા યાત્રા કાઢી હતી. આ રેલીઓમાં સરકાર દ્વારા તમામ શાળઆ કોલેજોમાં આ મૂર્તિની પ્રતિકૃતિ આપવામાં આવી હતી. શાળા કોલેજોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ લગાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારી પેઢીઓને પ્રેરણા આપવા અને તેમને દેશ નિર્માણ અને તેના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન અને કુરબાનીઓથી પરિચિત કરાવવાનો છે.
સરકારના સર્ક્યુલરમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે પ્રતિકૃતિને નુકસાન પહોંચ્યું છે તેનું રિપેરિંગ કર્યા વગર ન લગાવવામાં આવે. એકતા યાત્રાના નોડલ ઓફિસરોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ મૂર્તિઓની આ પ્રતિકૃતિઓની સ્થિતીની સમીક્ષા કરે. જેને વધારે નુકસાન પહોંચ્યું છે તેને નહી લગાવવામાં આવે. શાળા અને કોલેજોને પણ એ નિર્દેશ મળ્યા છે કે તે આ મૂર્તિઓને લગાવવા માટે કાર્યક્રમોનું આયોજન કરે અને તેમાં સાંસદો અને ધારાસભ્યો સીવાય સ્થાનીય જનપ્રતિનિધિઓને પણ આમંત્રિત કરે. એ સુનિશ્ચિત કરવામાં આવે કે મૂર્તિઓનું યોગ્ય રીતે માલ્યાર્પણ થાય.