રાજ્યના યુવાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગાર માટે મળશે NCVTનું પ્રમાણપત્ર

ગાંધીનગર- રાજ્યના યુવાનોને આર્થિક રીતે સદ્ધર કરવાના આશયથી NCVT પેટર્ન મુજબ રાજ્યની આઇ.ટી.આઇ.માં વ્યવસાયોની તાલીમ આપવામાં આવે છે. રાજ્યની ૨૨૭ આઇ.ટી.આઇ.માં કાર્યરત NCVT પેટર્નના વ્યવસાય પૈકી ૨૫૦૦થી વધુ બેન્ચોને NCVTનું એફીલીએશન પ્રાપ્ત થયું છે. એમ શ્રમ રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે જણાવ્યું હતું.દિલીપ ઠાકોરે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં નેશનલ કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ NCVTનું એફીલીએશન પ્રાપ્ત થવાથી રાજ્યના અંદાજે ૫૦,૦૦૦ થી વધુ તાલીમાર્થીઓને નેશનલ કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ NCVTનું પ્રમાણપત્ર મેળવશે જે વૈશ્વિકસ્તરે સ્વીકૃત હોવાથી રાજ્યના યુવાધનને રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય કક્ષાએ રોજગારી-સ્વરોજગારી મેળવવામાં સહાયરૂપ થશે.ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ નિયામકશ્રી રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઇ.ટી.આઇ.)માં વિવિધ રાષ્ટ્રીયકક્ષાના તથા રાજ્યકક્ષાના વ્યવસાયોની તાલીમ આપવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય કક્ષાના વ્યવસાયમાં તાલીમ મેળવનાર તાલીમાર્થીને તાલીમના અંતે રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર મળી રહે તે માટે જે તે વ્યવસાયોનું ભારત સરકારની નેશનલ કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ NCVTનું ન્યું દિલ્હીનું એફીલીએશન મેળવવું જરૂરી હોય છે.

NCVTના પ્રમાણપત્ર માટે માપદંડો મુજબની માળખાકીય સુવિધાઓ હોવી જરૂરી છે. રાજ્યની ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ તમામ રીતે માપદંડો સંતોષતી હોવા છતાં ભારત સરકાર દ્વારા એફીલીએશન પ્રદાન કરવાની પદ્ધતિમાં અવારનવાર ફેરફાર કરવાના કારણે ઘણા વર્ષોથી મોટી સંખ્યામાં એફીલીએશન મેળવી શકાયેલ ન હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]